મુંબઈમાં ગઈકાલથી સતત વરસી રહ્યો છે મુશળધાર વરસાદ,જુઓ VIDEO

મુંબઈમાં ગઈકાલથી સતત વરસી રહ્યો છે મુશળધાર વરસાદ,જુઓ VIDEO

મુંબઈમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરુવાર રાતથી મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં જોરદાર બેટીંગ કરી રહ્યો છે. નાલાસોપારામાં તો રસ્તા પર પાણી ભરાઈ ગયા. વાહનો તો ઠીક લોકોને પણ ચાલવું મુશ્કેલ થઈ ગયું. અંધેરીમાં પણ રસ્તાએ પાણીની ચાદર ઓઢી લીધી. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. વહેલી સવારે વરસાદનું જોર અહીં વધુ રહ્યું તો હજુ ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. ભિવંડીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટારૂઓ થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

જ્યારથી મુંબઈમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારથી ભિવંડી શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેડૂતો ખુશ થઈ ગયા છે. મુંબઈનું ઐતિહાસિક ઉપનગર એટલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ જ્યાં લાખો લોકો નોકરી-ધંધા માટે આવે છે. અહીં અમુક જગ્યાએ રસ્તાઓ પર ખાડાઓ જોવા મળ્યા. સૌથી ભીડભાડવાળા દાદરમાં પણ વરસાદે જોરદાર બેટીંગ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જોરદાર પવન સાથે વરસાદ વરસતો હોવાથી લોકો વરસાદથી બચવા દુકાનોની છત હેઠળ આશરો લેતા જોવા મળ્યા હતા. દહીંસરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. ધીમી ધારે સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. ઘાટકોપરમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો. અહીં લોકલ ટ્રેન સાથે જ મેટ્રો પણ દોડે છે. તેથી ભીડ ઘણી થાય છે. આમ છતાં સદભાગ્યે મેટ્રો પર તેની અસર ન થઈ જ્યારે મધ્ય રેલવેની ટ્રેનો પાંચથી 20 મિનિટ વિલંબે દોડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાદરના હિંદમાતા પરિસરમાં પણ વરસાદ જોવા મળ્યો. ધીમી ધારે વરસાદ વરસતો હોવાને કારણે અહીં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા તો જોવા મળી. કલ્યાણમાં પણ વરસાદે જમાવટ કરી, અહીં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. લોકોના આંગણા સુધી પાણી ભરાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati