જાદુઇ રેતી ગરમ કરવાથી થઈ જશે GOLD, જવેલર્સે 50 લાખના દાગીના સામે જાદુઈ રેતી ખરીદી, પછી જે થયું તે છે ચોંકાવનારું

જાદુઈ રેતી (MAGICAL SAND) ગરમ કરવાથી સોનું (GOLD) થઈ જશે. આ વાત મહારાષ્ટ્રના (MAHARASHTRA) પુના (PUNE) શહેરમાં રહેતા એક જ્વેલર્સએ સાચી માની લીધી હતી. આ બાદ જે થયું એ ચોંકાવનારું છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 13:29 PM, 24 Jan 2021
Heating magical sand will end GOLD, jewelers buy magical sand for Rs 50 lakh jewelery, then what happened is shocking

જાદુઈ રેતી (MAGICAL SAND) ગરમ કરવાથી સોનું (GOLD) થઈ જશે. આ વાત મહારાષ્ટ્રના (MAHARASHTRA) પુના(PUNE) શહેરમાં રહેતા એક જ્વેલર્સએ સાચી માની લીધી હતી. આ બાદ જે થયું એ ચોંકાવનારું છે.

પૂનાના આ જવેલર્સે એ 50 લાખથી વધુના ઝવેરાત આપીને ચાર કિલોગ્રામ જાદુઈ રેતી ખરીદી હતી. એક વર્ષ સુધી વિશ્વાસ સાથે બંગાળની તે જાદુઈ રેતી રાખી મૂકી કે  એક દીવસ ગરમ કરીને સોનું બની જશે. એક દીવસ તેને આ રેતી ગરમ કરી પરંતુ જ્યારે સોનું ન થયું ત્યારે તે પોલીસ પાસે ગયો અને એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી.

પુનાના હદાસપુરના રહેવાસી જવેલરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં જવેલરીએ કહ્યું કે એક વર્ષ પહેલા આરોપી વ્યક્તિ તેની દુકાન પર આવ્યો હતો. આ બાદ સતત તેની દુકાનએ આવન-જવાન વધી જતાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. આરોપી શખ્સે જવેલરીના પરિવારમાં સાથે પણ હળીમળી ગયો હતો. આ બાદ ડેરી ઉત્પાદનોની સપ્લાય શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે ખાતરી આપી કે બંગાળની વિશેષ રેતીને ગરમ કરવાથી સોનું બને છે.
આરોપીએ ઝવેરીને ચાર કિલોગ્રામ રેતી ભરેલી થેલી આપી અને કહ્યું કે તે બંગાળની વિશેષ રેતી છે, જે ગરમ કરવામાં આવે તો સોનું થઈ જશે. ઝવેરીએ આરોપીને 30 લાખ રોકડ અને 20 લાખ જેટલું સોનું આપ્યું હતું.

જવેલરીએ એક વર્ષ માટે તિજોરીમાં રેતીની રક્ષા કરી. એક દિવસ જ્યારે તેણે રેતી ગરમ કરી ત્યારે ઝવેરીને સમજાયું કે તે છેતરપિંડી કરાયો છે, રેતીના બદલામાં તેને ઝવેરી દ્વારા 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમોમાં અને છેતરપિંડીની કલમો લગાડીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: SALMAN KHAN સાથે કેમ બગડી ગયો હતો GOVINDAનો સંબંધ, એ ફિલ્મ પછી નથી જોવા મળ્યા સાથે