હવામાન વિભાગની આગાહી, દેશના અમુક વિસ્તારમાં રહેશે ઠંડી અને વરસાદનું મિશ્ર વાતાવરણ

ભારતીય હવામાન વિભાગ IMD નું કહેવું છે કે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં અને આગલા 5 દિવસો દરમિયાન પૂર્વી ભારતના અમુક હિસ્સામાં શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. દેશમાં અત્યારે બે પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે. ક્યાંક વરસાદ તો ક્યાંક ઠંડીની અસર વધી રહી છે.હવામાનના જાણકારોએ કહ્યું છે કે આ વર્ષે ઠંડી વધારે પડવાની […]

હવામાન વિભાગની આગાહી,  દેશના અમુક વિસ્તારમાં રહેશે ઠંડી અને વરસાદનું મિશ્ર વાતાવરણ
Niyati Trivedi

| Edited By: Utpal Patel

Nov 07, 2020 | 9:30 PM

ભારતીય હવામાન વિભાગ IMD નું કહેવું છે કે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગોમાં અને આગલા 5 દિવસો દરમિયાન પૂર્વી ભારતના અમુક હિસ્સામાં શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. દેશમાં અત્યારે બે પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે.

ક્યાંક વરસાદ તો ક્યાંક ઠંડીની અસર વધી રહી છે.હવામાનના જાણકારોએ કહ્યું છે કે આ વર્ષે ઠંડી વધારે પડવાની સંભાવના છે. આવતા બેથી ત્રણ દિવસ દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ જોવા મળશે. જ્યારે ઉત્તર અને મધ્યભારતના રાજ્યોમાં ઠંડીની અસર વધી શકે છે.

આવતા અઠવાડિયે સતત 3-4 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ આંધ્રપ્રદેશમાં વરસી  શકે છે. બંગાળની ખાડીમાં વિકસિત થનારા તોફાનોના કારણે વરસાદ વરસી શકે છે.

જ્યારે ડિસેમ્બરથી એપ્રિલ સુધી આગલા 5 મહીનામાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે.  5થી8 નવેમ્બર વચ્ચે સંતોષજનક વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી, દેશના અમુક હિસ્સામાં રહેશે ઠંડી અને વરસાદનું મિશ્ર વાતાવરણવરસાદની આગાહી 

આગામી 5 દિવસ દરમિયાન અને આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુમાં મધ્યમ ગર્જના અને વિજળી સાથે વરસાદ વરસી શકે છે.

પૂ્ર્વોત્તરના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ 3-4 દિવસ સુધી ચાલે છે . જ્યારે આ ખાસ 7-8 નવેમ્બર સુધી ચાલશે.

તમિલનાડુમાં અને શ્રીલંકાના કિનારે બંગાળની ખાડીમાં એક ચક્રવર્તી પ્રવાહ છે. આ સમુદ્ર તટની સાથે અને દૂર ધારામાં લહેર પેદા કરશે.

આ વરસાદ  સલેમ, કોઇમ્બતુર, મદુરાઇ, તંજાવુર,કોડાઇકેનાલ અને ઉધગમંડલમના ભાગ સુધી વધી શકે છે.

બેંગ્લોરમાં ઓછોથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 4થી7 નવેમ્બર વચ્ચે અને 8 નવેમ્બર સુધી મોટાભાગે વરસાદ વધી શકે છે.

ઠંડીની આગાહી  

હિમાચલ પ્રદેશ, કશ્મીર અને લદ્દાખમાં અમુક ક્ષેત્રમાં બર્ફબારી નોંધાઇ છે. હવાની ગતિ પણ 15 કિ.મી. પ્રતિ કલાક વધારે હોઇ શકે છે.

પંજાબ, હરિયાણા અને દિલ્લી એનસીઆરમાં ઉત્તર-પશ્ચિમી દિશાથી ઠંડી અને સુકી હવા ચાલશે. જેથી લધુત્તમ તાપમાન 5 ડિગ્રી ઓછું 10-11 ડિગ્રી આસપાસ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati