અંગ્રેજની વાત સમજમાં ના આવી તો કરી પ્રતિજ્ઞા અને 150 રૂપિયા રોજના કમાઈને બનાવી સ્કૂલ, પદ્મ શ્રીથી કરાયું સન્માન

હજબાની વાર્તા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. કર્ણાટકના મેંગ્લોરના 68 વર્ષીય ફળ વિક્રેતા હરેકલા હજબાએ રોજની 150 રૂપિયાની કમાણી સાથે પ્રાથમિક શાળા બનાવી છે. સોમવારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી(Padma Shri)થી સન્માનિત કર્યા છે.

અંગ્રેજની વાત સમજમાં ના આવી તો કરી પ્રતિજ્ઞા અને 150 રૂપિયા રોજના કમાઈને બનાવી સ્કૂલ, પદ્મ શ્રીથી કરાયું સન્માન
Padma Shri Harekala Hajba
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 9:35 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(President Ramnath Kovind) સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ સન્માન મેળવનારાઓમાં કર્ણાટકના હરકેલા હજબા (Harekala Hajabba)પણ જોડાયા હતા. હજબાની વાર્તા ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. કર્ણાટકના મેંગ્લોરના 68 વર્ષીય ફળ વિક્રેતા હરેકલા હજબાએ રોજની 150 રૂપિયાની કમાણી સાથે પ્રાથમિક શાળા બનાવી છે. સોમવારે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી(Padma Shri)થી સન્માનિત કર્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શાળા (School) બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો તે પ્રશ્ન પર હરકેલા કહે છે કે ઘણા વર્ષો પહેલા જ્યારે એક વિદેશી પ્રવાસીએ તેને અંગ્રેજીમાં નારંગીની કિંમત પૂછી તો તે સમજી શક્યો નહીં કે પ્રવાસીએ તેને શું કહ્યું. આ વાતથી તેને શરમ આવી. તેણે કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવ્યું ન હતું. આ તે સમય હતો જ્યારે તેઓએ એક શાળા બનાવાની પ્રતિજ્ઞા કરી અને પછીથી તેને વાસ્તવિકતા બનાવી હતી.

ગામમાં શાળા ન હતી

એક અહેવાલ મુજબ હરેકલા હજબાના ગામ ન્યુપાડાપુમાં ઘણા વર્ષોથી શાળા નહોતી. ગામના તમામ બાળકો શિક્ષણના અધિકારથી વંચિત હતા. પછી વર્ષ 2000માં હરેકલા હજબાએ જીવનભરની બચત સાથે એક એકર જમીન પર શાળા શરૂ કરી.

હરેકલાએ કહ્યું ‘મને ક્યારેય શિક્ષણ મેળવવાની તક મળી નથી અને હું નથી ઈચ્છતો કે ગામના બાળકોની પણ એ જ સ્થિતિ થાય’ જાન્યુઆરી 2020માં હરેકલા હજબાને પદ્મશ્રી એવોર્ડ મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે રોગચાળાને કારણે પ્રથમ સમારોહ યોજાઈ શક્યો ન હતો. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે.

આ લોકોને પદ્મ પુરસ્કાર મળ્યા

સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારોમાં ચાર પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 61 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો વર્ષ 2020 માટે આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મ વિભૂષણ, ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મ શ્રી આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ ફર્નાન્ડિસ (મરણોત્તર), અરુણ જેટલી (મરણોત્તર), સુષ્મા સ્વરાજ (મરણોત્તર) અને હિન્દુસ્તાની શાસ્ત્રીય અને અર્ધ-શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનો સમાવેશ થાય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ જાહેર બાબતો માટે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને (મરણોત્તર) પદ્મ વિભૂષણ અર્પણ કર્યો. જેટલીના પત્નીએ આ એવોર્ડ મેળવ્યો હતો. આ મુજબ કોવિંદે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને (મરણોત્તર) જાહેર બાબતો માટે પદ્મ વિભૂષણ પણ અર્પણ કર્યો હતો અને આ પુરસ્કાર સુષ્મા સ્વરાજની પુત્રીએ સ્વીકાર્યો હતો.

પીવી સિંધુનું પણ કરાયું સન્માન 

રાષ્ટ્રપતિએ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, ડૉ. અનિલ પ્રકાશ જોશીને સામાજિક કાર્ય માટે, ડૉ. એસસી જમીરને જાહેર બાબતો માટે અને મુમતાઝ અલીને આધ્યાત્મિકતા માટે પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કર્યા હતા, એમ નિવેદનમાં જણાવાયું છે.

તેમણે સંથાલી ભાષાના સાહિત્યકાર દમયંતિ બેશારા, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી સરિતા જોશી, સંગીતકાર અદનાન સામી ખાન અને અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા કંગના રનૌતને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કર્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની અને નવી દિલ્હીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ, એપિડેમિઓલોજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝના વડા ડૉ. રમણ ગંગાખેડકરને પણ પદ્મશ્રી અર્પણ કર્યા હતા.

આ પણ વાંચો: ઝડપી આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે ભારતીય સેના, ઓપરેશનલ જરૂરિયાતો માટે સ્વદેશી ઉકેલો શોધી રહ્યા છે: સેના પ્રમુખ

આ પણ વાંચો: ચીનની વધુ એક અવળચંડાઈ, દેશમાં બેન છે ટ્વીટર છતાં ફેક એકાઉન્ટથી અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહીની આપી રહ્યું છે ધમકી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">