Haridwar Kumbh : PM MODIની અપીલ બાદ કુંભનું સમાપન, જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત

Haridwar Kumbh : ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણને કારણે કુંભ સમય પહેલા જ પૂર્ણ કરી દેવાયો.

Haridwar Kumbh : PM MODIની અપીલ બાદ કુંભનું સમાપન, જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત
PHOTO : GOOGLE
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 9:51 PM

Haridwar Kumbh : દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બીજી બાજુ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અનેક કોરોના કેસો સામે આવતા હતા, ઉપરાંત ખ્યાતનામ સંતોના કોરોનાથી મૃત્યુ પણ થયા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ કુંભના સમાપનની અપીલ કરી હતી. PM મોદીની અપીલ બાદ હરિદ્વાર કુંભનું સમાપન કરવામાં આવ્યું છે. જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે હરિદ્વાર કુંભના સમાપનની જાહેરાત કરી છે.

સ્વામી અવધેશાનંદે કુંભના સમાપનની જાહેરાત કરી હરિદ્વારમાં ચાલી રહેલા કુંભનું સમય પહેલા જ સમાપન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Haridwar Kumbh માં ઉપસ્થિત 13 અખાડાઓમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કુંભનું સમાપન કરવા અખાડાને અપીલ કરી હતી. આ પછી સૌથી મોટા જુના અખાડાના પ્રમુખ સ્વામી અવધેશાનંદે કુંભની સમાપ્તિની ઘોષણા કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

અખાડાઓની બેઠકમાં લેવાયો નિર્ણય Haridwar Kumbh ના સમાપન માટે તમામ અખાડાઓની એક બેઠક યોજવામાં આવી હતી. સ્વામી અવધેશાનંદે કહ્યું હતું કે ભારતની જનતા અને તેમનું જીવન આપણી પ્રથમ પ્રાથમિકતા છે. કોરોના રોગચાળાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, અમે કુંભમાં આહ્વાન કરેલા દોરેલા તમામ દેવોનું વિસર્જન કર્યું છે. જુના અખાડા તરફથી આ કુંભનું વિધિવત વિસર્જન-સમાપન છે.

વડાપ્રધાન મોદીએ કરી હતી અપીલ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકોને કુંભને પ્રતીકાત્મક રાખવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ હરિદ્વારમાં મોટી સંખ્યામાં ભક્તોમાં કોરોના ચેપના સમાચાર આવ્યા બાદ લોકોને આ સંકટકાળમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

પીએમ મોદીની અપીલ બાદ મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદે કહ્યું હતું કે કુંભ હજી પૂરો થયો નથી. તેમણે અપીલ કરી કે વૃદ્ધો અને બાળકોએ શાહી સ્નાનમાં ન આવવું જોઈએ. સંત સમુદાય વૈરાગીઓની સાથે છે, તેઓએ પોતાનું સ્નાન કરાવવું જોઈએ. તેમણે કહ્યું કે કુંભ સમાપ્ત થશે નહીં, અમારી વિનંતી છે કે ભક્તો ઓછી સંખ્યામાં આવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">