‘હર ઘર ત્રિરંગા’ અભિયાનની શરૂઆત, ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ઘર પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home minister Amit shah) તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા 'હર ઘર ત્રિરંગા' અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી.

'હર ઘર ત્રિરંગા' અભિયાનની શરૂઆત, ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ઘર પર ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ
Home minister Amit Shah
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Aug 13, 2022 | 10:33 AM

‘હર ઘર તિરંગા’ અભિયાનની ગુંજ દેશભરમાં સંભળાઈ રહી છે. ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠ(75th Independence Day)ની ઉજવણી કરી રહ્યું છે. કારણ કે 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણી કરવા માટે ‘હર ઘર  ત્રિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનની શરૂઆત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home minister Amit shah)ના ઘરેથી થઈ છે. શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી. તેમણે તેમના પત્ની સોનલ શાહ સાથે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.

આઝાદીના આ અમૃત ઉત્સવને ઐતિહાસિક બનાવવા માટે દેશવાસીઓને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર ત્રિરંગા’ લગાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સરકારે 20 કરોડ ઘર પર ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘હર ઘર ત્રિરંગા અભિયાન’ અંતર્ગત ગઈકાલે દેશના વિવિધ ભાગોમાં ત્રિરંગા યાત્રાઓ કાઢવામાં આવી હતી. દિલ્હીમાં સીઆરપીએફએ ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન હેઠળ ત્રિરંગા યાત્રા કાઢી હતી, જ્યારે હરિયાણાના અંબાલામાં ગૃહમંત્રી અનિલ વિજે ત્રિરંગા યાત્રા દ્વારા લોકોને દરેક ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, ઉત્તરાખંડના ખાતિમામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આઝાદીના અમૃત પર્વ પર ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. પટનામાં બીજેપી નેતાઓએ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ત્રિરંગા બાઇક રેલી પણ કાઢી હતી.

ઘરોમાં ત્રિરંગો લગાવવાની અપીલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જુલાઈએ દેશવાસીઓને ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનના ભાગરૂપે 13થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની અપીલ કરી હતી. દરમિયાન, સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે દેશમાં ‘હર ઘર ત્રિરંગા અભિયાન’ની ઘોષણા બાદથી, લોકોને 20 કરોડથી વધુ ત્રિરંગા પ્રદાન કરવામાં આવ્યા છે.

અભિયાનને મળી રહ્યું છે સમર્થન

ભાજપે શુક્રવારે પોતાના નિવેદનમાં કહ્યું કે કેન્દ્ર સરકારના ત્રિરંગા અભિયાનને દેશભરમાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસ પર 20 કરોડ ઘરોમાં ત્રિરંગો લગાવવાનું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત થશે. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારે 11 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ અંતર્ગત તમામ દેશવાસીઓને આ સમયગાળા દરમિયાન ત્રિરંગો ફરકાવવા અથવા ઘરો પર લગાવવાની વિનંતી કરવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati