લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, જાનમાં જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ, અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત અને 4ની હાલત ગંભીર

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, જાનમાં જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાઈ, અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત અને 4ની હાલત ગંભીર
Rampur Road Accident

મુરાદાબાદ (Muradabad) જિલ્લાના ડિલારીના રેટા માફી ગામમાં 11 લોકો ઈનોવા કારમાં લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપુર જિલ્લાના અઝીમ નગરમાં કાર અચાનક એક થાંભલા સાથે અથડાઈ હતી.

TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

May 06, 2022 | 6:15 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુર પોલીસ સ્ટેશનના અઝીમ નગર વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો જ્યારે એક ઈનોવા કાર કાબૂ બહાર ગઈ અને રોડની બાજુના થાંભલા (Rampur Road Accident) સાથે અથડાઈને ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. એસપી રામપુર (Rampur SP) પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતમાં મૃતકોના મૃતદેહોના પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

માર્ગ અકસ્માતમાં ઘાયલ ચાર લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામ ઘાયલોને રામપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાર ઘાયલોમાંથી ત્રણની હાલત નાજુક છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાયલોની સારી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મુરાદાબાદ જિલ્લાના ડિલારીના રેટા માફી ગામમાં 11 લોકો લગ્નમાં જઈ રહ્યા હતા, જ્યાં અઝીમ નગરના રામપુર જિલ્લામાં ઈનોવા કાર અચાનક એક થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં કારમાં બેઠેલા 6 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા.

અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

4 ઘાયલોમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુરાદાબાદથી રામપુર વિસ્તારમાં લગ્નમાં હાજરી આપવા માટે લગ્નની જાન જઈ રહી હતી તે સમયે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4માંથી 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, પોલીસ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્થળ પર બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘાયલોની સારી સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે મૃતદેહોનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યું છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati