વિકલાંગ બાળકીએ જીમ ટીચરની મદદથી કર્યો મિત્રો સાથે Dance, VIDEO જોઈને આવી જશે આંખમાં આંસુ

કોઈપણ માણસના જીવનમાં નાની-મોટી ખુશીઓનું બહુ જ મહત્વ હોય છે. ઘણીવાર આપણી માટે અમુક વસ્તુ બહુ જ મહત્વપૂર્ણ નથી હોતી, પરંતુ અન્યના જીવનમાં સૌથી મોટું સુખ સાબિત થાય છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 17:15 PM, 22 Feb 2021
Handicapped girl dances with friends with the help of gym teacher, tears will come after watching the video

કોઈપણ માણસના જીવનમાં નાની-મોટી ખુશીઓનું બહુ જ મહત્વ હોય છે. ઘણીવાર આપણી માટે અમુક વસ્તુ બહુ જ મહત્વપૂર્ણ નથી હોતી, પરંતુ અન્યના જીવનમાં સૌથી મોટું સુખ સાબિત થાય છે. સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોની આંખમાં આંસુ આવી ગયા છે. વીડિયોમાં એક બાળકીની જે ખુશીઓ મળે છે, તે અન્ય માટે ભલે મોટી વાત ના હોય પરંતુ તે બાળકીના ચહેરા પર ખુશી આવી જાય છે. આ બાળકીને લાગે છે કે તેને જીવનનું સૌથી મોટું સુખ પ્રાપ્ત કર્યું છે.

 

 

ટ્વીટર પર ડો.અજયિતા નામની એક યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વિડીયોમાં 5-6 વર્ષના ઘણા બાળકો નજરે આવે છે. જેમાં સૌથી આગળ એક યુવક એક બાળકીને ડાન્સ કરાવવમાં મદદ કરે છે. આ યુવક જે બાળકીને ડાન્સ કરવમાં મદદ કરે છે તે બાળકી અપંગ છે, તેથી આ યુવકે બાળકીના બંને પગ પોતાના પગ સાથે બાંધીને અન્ય બાળકો સાથે આ બાળકી પણ ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતા સમયે આ બાળકીના ચહેરા પર ખુશી જોવા મળે છે. આ બાળકીને તેના મિત્રો સાથે ડાન્સ કરીને બહુ જ મજા આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલ વાઈરલ થઈ ગયો છે. લોકો પણ આ વીડિયો જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.