ગુજરાત કેડરના મહિલા IAS એ હરિયાણાના IAS સાથે કર્યા લગ્ન, સરકારે આપી શાનદાર ગિફ્ટ

હરિયાણા કેડરમાં વધુ એક મહિલા IAS અધિકારીનો વધારો થયો છે. મહિલા IAS અધિકારીને લગ્નની ગિફ્ટ રૂપે હરિયાણા કેડર આપવામાં આવ્યું છે.

ગુજરાત કેડરના મહિલા IAS એ હરિયાણાના IAS સાથે કર્યા લગ્ન, સરકારે આપી શાનદાર ગિફ્ટ
પ્રતીકાત્મક તસ્વીર

હરિયાણાના કેડરમાં વધુ એક મહિલા IAS અધિકારી સામેલ થઇ ગયા છે. 2015 ની બેચના ગુજરાત કેડરના IAS નેહાએ 2015 બેચના હરિયાણા કેડરના IAS રાહુલ હૂડા સાથે લગ્ન કર્યા છે. તેને કારણે નેહાને ગુજરાતથી હરિયાણાની ઇન્ટર કેડરમાં બદલી કરવામાં આવી છે. હરિયાણામાં ઘણા એવા IAS અને IPS છે, જેમને તેમના લગ્નની ગીફ્ટમાં હરિયાણા કેડર આપવામાં આવ્યું છે.

ગત સપ્તાહે 16 જુલાઇએ, કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) દ્વારા આઈએએસ કેડર નિયમો 1954 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નેહાના હરિયાણામાં આગમન માટે ગુજરાત અને હરિયાણા સરકાર સંમત છે.

ડિસેમ્બર 2015 માં રાહુલ હૂડાને આઈએએસના હિમાચલ કેડરની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે પછી હરિયાણા કેડરમાં બદલી થઈ ગઈ હતી, કારણ કે ત્યારબાદ તેણે હરિયાણા કેડરની 2011 બેચના મહિલા આઈપીએસ સાથે લગ્ન કર્યા હતા.

રાહુલનું વતન દિલ્હી છે. થોડા વર્ષો પછી રાહુલે લેડી આઈપીએસથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ રાહુલે 2015 બેચના ગુજરાત કેડરની નેહા સાથે લગ્ન કર્યા. પરિણામે, હવે નેહાને હરિયાણા કેડરમાં બદલી કરવામાં આવી છે. નેહાનું વતન બિહાર છે. રાહુલ હાલમાં ચાર મહિના માટે વિદેશ ગયા છે અને રજા પર છે.

હરિયાણા કેડરમાં 2015 બેચના અન્ય ચાર આઈએએસ અધિકારીઓ મોહમ્મદ ઇમરાન રઝા, પ્રશાંત પવાર, પ્રીતિ અને ઉત્તમસિંહ છે. કેન્દ્ર સરકારના નિયમોમાં એક જોગવાઈ પણ છે કે જો પતિ-પત્ની બંને ઇચ્છે તો કેન્દ્ર સરકાર તેમને કોઈપણ ત્રીજા રાજ્ય કેડરની ફાળવણી કરી શકે છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એડવોકેટ હેમંતના કહેવા પ્રમાણે, યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા 2015-16માં પ્રથમ ક્રમ મેળવી આઈએએસ ટોપર ટીના દાબી, જેનું ગૃહ રાજ્ય મધ્યપ્રદેશ છે. જેને બીજો નંબર મેળવનાર અમીર ઉલ શફી ખાન. જેનું ગૃહ રાજ્ય જમ્મુ-કાશ્મીર છે તેની સાથે લગ્ન કર્યાં હતાં. જેના કારણે 2016 બેચના આ આઈએએસ દંપતીને રાજસ્થાન પ્રદેશ કેડર ફાળવવામાં આવ્યું હતું.

જો કે, લગ્નના કેટલાક વર્ષો પછી, બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટેની અરજી ગયા વર્ષે કોર્ટમાં દાખલ કરી હતી, જે હાલમાં પેન્ડિંગ છે. દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં ખાનને ત્રણ વર્ષ માટે આંતર-કેડર પ્રતિનિયુક્તિ પર તેના વતન રાજ્ય જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા છે.

હરિયાણામાં આવા અન્ય બે કેસોમાં, આ વર્ષે 9 માર્ચે, સિક્કિમ કેડરના 2019 ની બેચના આનંદ કુમાર શર્માએ હરિયાણા કેડરની 2018 બેચના પૂજા વશિષ્ઠ સાથે લગ્ન કર્યા, પરિણામે આનંદનું કેડર સિક્કિમથી બદલીને હરિયાણા કરી દેવામાં આવ્યું હતું.

આનંદનું વતન રાજ્ય સત્તાવાર રીતે દિલ્હી છે. આ મહિનામાં આનંદને સફિડોમાં એસડીએમ તરીકે મૂકવામાં આવ્યો છે. માર્ચ 2015 માં આસામ-મેઘાલય કેડરના 2012 બેચના આઈએએસ અજયસિંહ તોમરની હરિયાણામાં બદલી થઈ હતી, જ્યારે તેણે હરિયાણા કેડરની 2013 ની બેચના આઇએએસ અધિકારી સંગીતા ટેતરવાલ સાથે લગ્ન કર્યા હતા. અજયનું વતન રાજ્ય દિલ્હી છે જ્યારે સંગીતાનું રાજસ્થાન છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati