ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે મા દુર્ગાની પૂજા અને નવરાત્રીની કેવી રીતે થાય છે ઉજવણી

નવરાત્રી એટલે માં દુર્ગાની આરાધના અને ભક્તિના 9 દિવસનું પર્વ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્યારે દેશના પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં દેવી પંડાલો સજાવવાનું શરૂ થઈ જાય છે તો ત્યારે પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં 9 દિવસની રોનક ઝલક જોવા મળે છે. એક તરફ ગરબા છે, ત્યારે ઉપવાસ કરતા લોકો પૂજનની તૈયારીઓ કરે છે. નવરાત્રીના 9 દિવસમાં લગભગ ભારતમાં […]

ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે મા દુર્ગાની પૂજા અને નવરાત્રીની કેવી રીતે થાય છે ઉજવણી
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 8:35 AM

નવરાત્રી એટલે માં દુર્ગાની આરાધના અને ભક્તિના 9 દિવસનું પર્વ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ત્યારે દેશના પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં દેવી પંડાલો સજાવવાનું શરૂ થઈ જાય છે તો ત્યારે પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં 9 દિવસની રોનક ઝલક જોવા મળે છે. એક તરફ ગરબા છે, ત્યારે ઉપવાસ કરતા લોકો પૂજનની તૈયારીઓ કરે છે. નવરાત્રીના 9 દિવસમાં લગભગ ભારતમાં દરેક જગ્યાએ લોકો નવરાત્રીનો ઉત્સવ મનાવે છે.

ઉત્તરભારત

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પુરા ઉત્તર ભારતમાં નવરાત્રીના દિવસોમાં માં દુર્ગાની આરાધનાની સાથે જ ભગવાન રામનું રાવણની સાથે યુદ્ધનું પણ વર્ણન રામ લીલામાં કરવામાં આવે છે. વિજયાદશમીએ લંકા પર વિજય અને ભગવાન રામનું અયોધ્યામાં આગમન તરીકે મનાવવામાં આવે છે. લંકા પર વિજય પ્રાપ્ત કરવાના કારણે જ નવરાત્રીના દસમાં દિવસે રાવણ અને તેના ભાઈ કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે અને બુરાઈ પર અચ્છાઈનો જશ્ન મનાવવામાં આવે છે. તે સમયે લોકો ઘરો અને મંદિરોમાં કળશ સ્થાપના કરવાની સાથે માં દુર્ગાની પૂજા કરે છે અને સાથે જ 9 દિવસનો ઉપવાસ પણ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશ્ચિમ ભારત

ભારતના પશ્ચિમમાં ગુજરાતમાં નવરાત્રીને ગરબા ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ગરબા એક પ્રકારનો ડાન્સ છે, જેમાં એક માટીના દિવડાની ચારેબાજૂ મહિલાઓ નાચે છે. ગરબાની સાથે જ ડાંડિયા રાસ કરવામાં આવે છે. જેમાં પુરૂષ અને મહિલાઓ હાથમાં ડાંડિયા લઈને નાચે છે. નવરાત્રીના સમયે પૂરા ગુજરાતમાં ડાંડિયા અને ગરબાની ધૂમ રહે છે અને દરેક શહેરમાં અલગ અલગ રીતે આ ડાન્સને કરવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પૂર્વ ભારત

પશ્ચિમ બંગાળમાં નવરાત્રીના છેલ્લા 5 દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. જેને દુર્ગા પૂજા કહે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં માં દુર્ગાની પ્રતિમામાં તેમના હાથમાં શસ્ત્ર લઈને સિંહની સવારી કરતા જોવા મળે છે. તેમાં સિંહ, ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે અને શસ્ત્ર મનથી નકારાત્મકતાને દુર કરવાનો ઈશારો કરે છે. પશ્ચિમ બંગાળમાં અષ્ટમીવાળા દિવસ ખુબ જ મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે અને પાંચ દિવસ પૂજા કર્યા પછી 5માં દિવસે તે નદીમાં પધરાવી દેવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દક્ષિણ ભારત

દક્ષિણમાં પણ આ સમયે તહેવારોની ધૂમ રહે છે. દક્ષિણમાં નવરાત્રીના સમયે કર્ણાટકમાં દશેરા મનાવવામાં આવે છે. દસમાં દિવસે વિજયદશમી તરીકે મનાવવામાં આવે છે. જેને કેરળમાં વિદ્યારંભ પણ કહેવામાં આવે છે. તે દિવસે કેરળમાં બાળકોનું ભણાવવાનું શરૂ કરવામાં આવે છે. તેની સાથે જ દક્ષિણના ઘણા રાજ્યોમાં મહાનવમી મનાવવામાં આવે છે, જેમાં શસ્ત્રોની પૂજાની કરવામાં આવે છે. તમિલનાડુમાં આ દિવસે મહેમાનોને ઘર પર બોલાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">