AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

09 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2026 | 8:48 AM
Share

આજે 09 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

LIVE NEWS & UPDATES

  • 09 Jun 2026 08:48 AM (IST)

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

    ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ડાંગ, નવસારી, તાપી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. જોકે આગામી 13 જૂન સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 41 થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

  • 09 Jun 2026 08:47 AM (IST)

    સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતીયોના રેસ્ક્યૂનો નવો વીડિયો આવ્યો સામે

    સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતીયોના રેસ્ક્યૂનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મધદરિયે ચાલેલા બચાવ અભિયાનની ઝલક જોવા મળે છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઓમાનની નેવી સાથે સંકલન કરીને સફળ રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું હતું. ઓમાન નેવીના હેલિકોપ્ટરની મદદથી 24 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મારિવેક નામના જહાજ પર હુમલો થતાં જહાજમાં પાણી ભરાવા લાગ્યું હતું, જ્યારે લાઈફબોટમાં પણ આગ લાગી જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં જ મેરિટાઈમ રેસ્ક્યૂ કોર્ડિનેશન સેન્ટર, મુંબઈની ટીમે તાત્કાલિક પગલાં લીધાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. મધદરિયે ભારતીયોની સુરક્ષા માટે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડની સતર્કતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર જોવા મળી છે.

  • 09 Jun 2026 08:33 AM (IST)

    બનાસકાંઠાઃ વહેલી સવારથી વાતાવરણમાં પલટો

    બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળીનો પાક તૈયાર હાલતમાં પડ્યો હોવાથી સંભવિત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદની આશંકાને પગલે ખેડૂતોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

  • 09 Jun 2026 07:54 AM (IST)

    ટ્રમ્પ સરકારને H-1B વિઝાને લઈને મોટો ઝટકો

    બોસ્ટનની એક કોર્ટે નવા H-1B આવેદનો પર 1 લાખ ડૉલરના વધારાની ફી લગાવવાની યોજનાને ગેરકાયદે જાહેર કરીને રદ કરી છે.. કોર્ટે કહ્યું છે કે, સરકાર પાસે આટલી મોટી ફી ઉઘરાવવાનો અધિકાર નથી.. ટ્રમ્પે H-1B વિઝા પર નવી અરજી સામે 1 લાખ ડૉલર એટલે કે આશરે 96 લાખ રૂપિયા વધારાના વસુલવાની પેરવી કરી હતી.. ટ્રમ્પે ગયા વર્ષે ઈમિગ્રેશન નિયમોને કડક કરતાં H-1B વિઝાની ફીમાં વધારાનો પ્રસ્તાવ મુક્યો હતો.જો આ યોજના લાગુ થાત તો H-1B વિઝા માટે ભારે પૈસા ભરવા પડત. H-1B વિઝાનો ઉપયોગ અમેરિકી કંપનીઓ બીજા દેશોના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ, ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરના પ્રોફેશનલ્સની નિમણૂક માટે કરે છે. H-1B વિઝાનો સૌથી વધુ લાભ… ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે.

આજે 09 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jun 09,2026 7:53 AM

Follow Us
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
g clip-path="url(#clip0_868_265)">