ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી
Gujarat CM Bhupendra Patel Meet President and Vice President Of India In Delhi

ગુજરાત( Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ઉપ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના  સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીની આ પ્રથમ મુલાકાત છે.

ગુજરાતના(Gujarat) મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ(Bhpendra Patel) દિલ્લી પહોંચ્યા છે. નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસના દિલ્લી(Delhi) પ્રવાસે છે. સીએમ પ્રધાનમંત્રી મોદી(PM Modi) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah) સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

ભૂપેન્દ્ર પટેલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.જ્યારે સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે.

જ્યારે રાત્રે 10 કલાકે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પરત આવવા રવાના થશે.ત્યારે ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર PM મોદીને રૂબરૂ મળશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ચર્ચામાં છે. CM પદની શપથ બાદ તેઓએ રાજ્યના મંદિરોમાં દર્શન કર્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિને કાર્યક્રમોમાં ભાગ પણ તેઓએ લીધો હતો.

તાજેતરમાં તેમણે આનંદીબહેના આશીર્વાદ લીધા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ શનિવારે જ અમદાવાદ આવ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે તેમની મુલાકાત લીધી.

સામાન્ય રીતે નવી સરકાર બન્યા બાદ રોજ નવી ચહલપહલ જોવા મળી રહી છે. તેમજ CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ સતત રાજકીય લોકો અને કાર્યકર્તાઓની મુલાકાત લઇ રહ્યા છે. આ તમામ વચ્ચે તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત લેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં જાહેર સ્થળોની મુલાકાત પૂર્વે હવે પાળવો પડશે આ નિયમ

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી કમિશનરે કરી આ સ્પષ્ટતા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati