ગુજરાત સહિત દેશભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ, ધુમ્મસથી પરેશાન થયા વાહનચાલકો

ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો સામનો કરી રહ્યાં છે. હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે, ત્યારે ગુજરાતમાં પણ કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે.

ગુજરાત સહિત દેશભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ, ધુમ્મસથી પરેશાન થયા વાહનચાલકો
| Updated on: Jan 05, 2024 | 9:17 AM

ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસનો પણ લોકો સામનો કરી રહ્યાં છે. હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે, ત્યારે ગુજરાતમાં પણ કાતિલ ઠંડીની અસર જોવા મળી રહી છે.

ગુજરાત ઠુંઠવાયુ

જાન્યુઆરી મહિનાની શરુઆત થતા હવે શિયાળો પણ બરાબર જામ્યો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, હજુ પણ પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.ગુજરાતના 10 શહેરોમાં 13 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે.

આગામી 3 દિવસ પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થવાની સંભાવના છે. 5 અને 6 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની શક્યતા છે. તો 4-5 દિવસ દરમિયાન દક્ષિણ તમિલનાડુ, દક્ષિણ કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

અનેક રાજ્યમાં ગાઢ ધુમ્મસની સંભાવના

દિલ્હી-NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હીનું આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ધુમ્મસને કારણે ગુરુવારે દિલ્હીમાં તડકો જ નહોતો દેખાયો. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં શુક્રવારથી 6 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે.

વહેલી સવારે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા

જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ ભાગોમાં 05-07 જાન્યુઆરી દરમિયાન સવારે થોડા કલાકો સુધી ગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની શક્યતા છે.પશ્ચિમ રાજસ્થાનના વિવિધ ભાગોમાં 5 અને 6 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

પૂર્વ ભારતમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. 05 અને 06 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન દક્ષિણ તમિલનાડુ, દક્ષિણ કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તમિલનાડુ અને કેરળમાં વરસાદની શક્યતા

તમિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ 05-08 જાન્યુઆરી દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 05-06 જાન્યુઆરી દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની અપેક્ષા છે. ઉત્તર ભારતના મોટા ભાગોમાં ગુરુવારે મહત્તમ તાપમાન 12-18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું, જે સામાન્ય કરતાં ઓછું હતું.

આ પણ વાંચો-ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી અમેરિકાની સ્કૂલ, એકનું મોત, અનેક ઘાયલ

જાણો UP-બિહારનું હવામાન

ઉત્તર પ્રદેશના લખનઉનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. સવારે 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. બિહારની રાજધાની પટનામાં આજે હળવા વરસાદની સંભાવના છે. પાટમાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. પટનામાં આજે સવારે 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

Published On - 9:07 am, Fri, 5 January 24