GST Council Meeting : 43મી GST કાઉન્સિલ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા

43મી GST Council Meeting માં તબીબી સાધનો પર GST ઘટાડવા અંગેની ચર્ચા કરવામાં આવી છે.

GST Council Meeting : 43મી GST કાઉન્સિલ બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા
FM Nirmala Sitharaman in 43rd GST Council Meeting
Follow Us:
| Updated on: May 28, 2021 | 10:27 PM

GST Council Meeting : લગભગ 7 મહિના બાદ 28 મે શુક્રવારના દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 43 મી બેઠક મળી હતી. કોરોનાને કારણે જીએસટી કાઉન્સિલની બેઠક વારંવાર ટાળી દેવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાથી રાજ્યોની અર્થવ્યવસ્થા પર થતી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષની જીએસટી કાઉન્સિલની પહેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 6 મહત્વના નિર્ણયો લીધા છે.

1. રાહત સામગ્રીની આયાતમાં 31 ઓગસ્ટ સુધી છૂટ 43મી GST Council Meetingમાં નિર્મલા સીતારામણે કોવિડને લગતી રાહત સામગ્રીની આયાતમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સીલે કોવીડ સંબંધિત સપ્લાયને 31 ઓગસ્ટ સુધી IGST માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી IGST માંથી મુક્તિ ફક્ત ત્યારે જ મળતી હતી જ્યારે મફતમાં આયાત કરવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

2.Amphotericin B ને પણ IGST માં છૂટ અપાઈ દેશમાં બ્લેક ફંગસ એટલે કે Mucormycosis ના કેસો વધતા કેન્દ્ર સરકારે આ મહામારીના ઉપચારમાં મહત્વના ઇન્જેક્શન Amphotericin B ને પણ IGST માં છૂટ આપી છે.

3.રાજ્યોને GST વળતર પેટે 1.58 લાખ કરોડ રૂપિયા મળશે 43મી GST Council Meeting માં નિર્મલા સીતારામણે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટી વળતર પેટે રૂ.1.58 લાખ કરોડ આપશે.

4. તબીબી સાધનો પર GST ઘટાડાનો નિર્ણય 8 જૂને આવશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 43મી GST Council Meeting માં તબીબી સાધનો પર GST ઘટાડવા અંગેની ચર્ચા કરવામાં આવી છે. આ અંગે ફીટમેટ પેનલે કાઉન્સિલમાં સૂચનો રજૂ કર્યા હતા. ગ્રુપ ઓફ મિનિસ્ટર (GOM) આના પર વિચાર કરશે અને આગામી 10 દિવસ એટલે કે 8 જૂન સુધીમાં રીપોર્ટ તૈયાર કરીને આપશે.

5. વાર્ષિક રીટર્ન ફાઇલિંગ વૈકલ્પિક રહેશે ટેક્સ અંગે નિર્મલા સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21 માટે વાર્ષિક રિટર્ન ફાઇલિંગ વૈકલ્પિક રહેશે.2 કરોડથી ઓછા ટર્નઓવરવાળા નાના કરદાતાઓ માટે તે વૈકલ્પિક રહેશે. તેમણે એમ પણ કહ્યું કે 2020-21 માટેના કર સમાધાનનું નિવેદન ફક્ત તે કરદાતાઓને આપવું પડશે, જેમનું ટર્નઓવર 5 કરોડ અથવા તેથી વધુ છે.

6. GST કરદાતાઓને લેટ ફીમાં રાહત મળશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે 43મી GST Council Meeting માં લેવામાં આવેલા આ નિર્ણયથી નાના કરદાતાઓનો ભાર ઓછો થશે. કરદાતાઓને રાહત આપવા માટે માફી યોજના (amnesty scheme) ચાલુ રહેશે, કરદાતાઓને લેટ ફીમાં રાહત મળશે. આનાથી લગભગ 89% જીએસટી કરદાતાઓને રાહત મળશે.

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">