કોરોનાના Delta plus વેરિયન્ટથી સરકાર ચિંતિત, ત્રણ રાજ્યોને કર્યા એલર્ટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના તારણોને આધારે  મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેમના કેટલાક જિલ્લાઓમાં Coronaના ડેલ્ટા પ્લસ ( Delta plus) વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

  • Updated On - 10:49 pm, Tue, 22 June 21 Edited By: Chandrakant Kanoja
કોરોનાના Delta plus વેરિયન્ટથી સરકાર ચિંતિત, ત્રણ રાજ્યોને કર્યા એલર્ટ
કોરોનાના Delta plus વેરિયન્ટથી સરકાર ચિંતિત, ત્રણ રાજ્યોને કર્યા એલર્ટ

દેશમાં  Corona ની બીજી લહેર હજુ પૂર્ણ  થઈ નથી કે હવે ત્રીજી લહેરની દહેશત  સામે આવી છે. આ દરમ્યાન કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ( Delta plus) વેરિયન્ટ નવી સમસ્યા તરીકે સામે આવ્યો છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઘણા રાજ્યોને આ ડેલ્ટા પ્લસ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે, જે કોરોનાના  ડેલ્ટા વેરિયન્ટ  કરતા વધુ જોખમી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સાથે સરકારે ચિંતા પણ વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને એલર્ટ કર્યા 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરના તારણોને આધારે  મહારાષ્ટ્ર, કેરલ અને મધ્યપ્રદેશને તેમના કેટલાક જિલ્લાઓમાં Coronaના ડેલ્ટા પ્લસ ( Delta plus) વેરિયન્ટ વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના રત્નાગીરી અને જલગાંવ જિલ્લાઓમાં જીનોમ સિક્વન્સીંગમાં ડેલ્ટા પ્લસ( Delta plus) વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે. જ્યારે  કેરળના પલક્કડ અને પઠાણમિથિત જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લાઓમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ  મળી આવ્યું છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21 કેસ
મહારાષ્ટ્રમાં કોવિડ -19 નું અત્યંત ચેપી સ્વરૂપ ‘ડેલ્ટા પ્લસ’ ના 21 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે જણાવ્યું હતું કે રત્નાગીરીમાં આ પ્રકારના મહત્તમ નવ કેસ નોંધાયા છે, જલગાંવમાં સાત, મુંબઇમાં બે અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. તેમણે માહિતી આપી હતી કે રાજ્યના વિવિધ ભાગોમાંથી 7,500 નમૂના લેવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓ 15 મે સુધી એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમનો જેનોમ સિક્વિન્સિંગ કરવામાં આવ્યું છે.

કેરળમાં ત્રણ કેસ
કેરળના બે જિલ્લાઓ- પલક્કડ અને પથનમથીટ્ટામાં   એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓમાં સાર્સ-સીવી -2 ડેલ્ટા-પ્લસ વેરિયન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે. અધિકારીઓએ સોમવારે માહિતી આપી હતી. પથનમથીટ્ટા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડો.નરસિમ્હગરી ટી.એલ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, જિલ્લાની કાડાપરા પંચાયતનો ચાર વર્ષનો છોકરો વાયરસના નવા ડેલ્ટા-પ્લસ વેરિયન્ટનો ચેપ લાગ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati