સારા સમાચાર ! હવે ટૂંક સમયમાં જ મળશે US વિઝા, દેશના આ 5 શહેરોમાં થશે ખાસ ઈન્ટરવ્યું

Disha Thakar

Disha Thakar | Edited By: Bipin Prajapati

Updated on: Jan 23, 2023 | 9:52 AM

યુએસ એમ્બેસીએ રવિવારે જણાવ્યું હતું કે, '21 જાન્યુઆરીના રોજ, ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવાના મોટો નિર્ણય લીધો છે. જેના ભાગ રુપે શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું કર્યા હતાં.

સારા સમાચાર ! હવે ટૂંક સમયમાં જ મળશે US વિઝા, દેશના આ 5 શહેરોમાં થશે ખાસ ઈન્ટરવ્યું
Good news Now you will get US visa soon there will be a special interview in these 5 cities of the country
Image Credit source: simbolic image

અમેરિકા જવા ઈચ્છતા ભારતીય લોકો માટે સારા સમાચાર છે. અમેરિકાએ ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે નવી પહેલ શરુ કરવામાં આવી છે. યુ.એસ.એ પહેલી વાર વિઝા અરજદારો માટે વિશેષ ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરવા અને કોન્સ્યુલર સ્ટાફની સંખ્યામા વધારો કરવાનો પ્રયાસો શરૂ કર્યા છે. વિઝાની પ્રતીક્ષાના સમયને ઘટાડવાના બહુપક્ષીય અભિગમના ભાગ રૂપે, યુ.એસ એમ્બેસીએ દિલ્હીમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના વાણિજ્ય દૂતાવાસોએ ( કોન્સલ ) 21 જાન્યુઆરીએ ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’નું આયોજન કર્યું હતું.

યુએસ એમ્બેસીએ રવિવારે જણાવ્યું હતું કે, ’21 જાન્યુઆરીના રોજ, ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે રાહ જોવાનો સમય ઘટાડવાના મોટો નિર્ણય લીધો છે. જેના ભાગ રુપે શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું કર્યા હતાં. જેમાં અમેરિકા જવા ઈચ્છતા લોકોને વિઝાની રાહ જોવામાં રાહત જોવા મળશે. અમેરિકા એમ્બેસી દ્વારા આ પ્રકારના સ્પેશલ ઈન્ટરવ્યુંનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું છે. જેમા તે દેશના કુલ 5 શહેરોમાં આ ઈન્ટરવ્યુંનુ આયોજન કરવાના છે.

આ પણ વાંચો : Republic day : અયોધ્યાનો ‘દીપોત્સવ’, તો ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ, જાણો વિવિધ રાજ્યના ટેબ્લો વિશે

દૂતવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘યુએસ એમ્બેસીએ નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના કોન્સ્યુલેટે વિઝા ઇન્ટરવ્યુની જરૂર હોય તેવા અરજદારોને સમાવવા માટે શનિવારે કોન્સ્યુલર કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.’

વધારાના ઇન્ટરવ્યુ દિવસનો બેકલોગ સાફ કરવા

આવતા મહિનાઓમાં શનિવારે યોજાનાર ઇન્ટરવ્યુ માટે ચોક્કસથી ‘વધારાના સ્લોટ્સ’ આપવાનું ચાલુ રાખાશે. કોરોનાને કારણે વિઝા પ્રોસેસિંગમાં બેકલોગ ( અધુરુ કામ) દૂર કરવા માટે આ વધારાના દિવસમા ઇન્ટરવ્યું યોજાશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અગાઉના યુએસ વિઝા ધરાવતા અરજદારો માટે ઇન્ટરવ્યુમાંથી છૂટ આપીને રિમોટ પ્રોસેસિંગ પ્રક્રિયા લાગુ કરી શકે છે.

કોન્સ્યુલર જાન્યુઆરી-માર્ચ વચ્ચે ભારત આવશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી અને માર્ચ 2023 વચ્ચે વોશિંગ્ટન અને અન્ય દૂતાવાસોના ઘણા કોન્સ્યુલર્સ ભારત આવશે. આ લોકો પ્રોસેસિંગ ક્ષમતા વધારશે. ભારતમાં યુએસ મિશનએ 2,50,000 થી વધુ વધારાના B1 અને B2 વિઝા એપોઇન્ટમેન્ટ જારી કર્યા છે. જેમા B1 બિઝનેસ વિઝા છે અને B-2 વિઝીટર વિઝા છે. યુએસ એમ્બેસીએ એમ પણ કહ્યું કે આ ઉનાળા સુધીમાં યુએસ મિશનમાં સ્ટાફની સંખ્યામાં વધારો કરાશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati