GOOD NEWS : કોરોના સામે DRDOની નવી દવા 2-DG કેટલી સફળ ? કેમ આ દવાને વૈજ્ઞાનિકો કહે ગેમ ચેન્જર ?

GOOD NEWS : દેશ માટે DRDOની નવી દવા 2-DG (2-deoxy-D-glucose)ને ગેમ-ચેન્જર કહેવાઇ રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની તાત્કાલિક મંજૂરી મળ્યા બાદથી સવાલ થઇ રહ્યો છે કે આખરે આ દવામાં એવી શું ખાસિયત છે ?

GOOD NEWS : કોરોના સામે DRDOની નવી દવા 2-DG કેટલી સફળ ? કેમ આ દવાને વૈજ્ઞાનિકો કહે  ગેમ ચેન્જર ?
પ્રતિકાત્મક તસ્વીર

GOOD NEWS : દેશ માટે DRDOની નવી દવા 2-DG (2-deoxy-D-glucose)ને ગેમ-ચેન્જર કહેવાઇ રહી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)ની તાત્કાલિક મંજૂરી મળ્યા બાદથી સવાલ થઇ રહ્યો છે કે આખરે આ દવામાં એવી શું ખાસિયત છે ?

કોરોનાની નવી દવા 2-DG હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછતની સ્થિતિમાં સુધારો લાવી શકે છે. ખુદ DRDOનું કહેવું છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા ઘટશે, એ ઉપરાંત તેમને સાજા થવામાં 2-3 દિવસ લાગશે, એટલે કે હોસ્પિટલમાંથી દર્દીઓને જલદી રજા મળી જશે.

તો જાણો ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે તૈયાર DRDOની આ દવા કેવી રીતે કોરોના સામે જંગ લડે છે.

ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જે દર્દીઓને નક્કી દવાઓની સાથે DRDOની દવા 2-deoxy-D-glucose (2-DG) આપવામાં આવી, ત્રીજા દિવસે એમાંથી 42% દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી ન હતી.  તેમજ જે દર્દીઓને સારવારના નક્કી ધારાધોરણો અંતર્ગત દવા અપાઇ, એમાં આ આંકડો 31 ટકા હતો. આવી જ રીતે જે દર્દીઓને 2-DG દવા અપાઇ તેમને હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, તાવ અને શ્વાસ લેવાનો દર, બીજા દર્દીઓની સરખામણીમાં સરેરાશ 2.5 દિવસ પહેલાં જ સામાન્ય થઈ ગયો. સાથે જ દવા લેનારા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણોમાં ઝડપથી ઘટાડો જોવાયો. તેથી આવા દર્દીઓએ લાંબો સમય હોસ્પિટલોમાં રહેવું પડશે નહીં. 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં પણ આવા જ પરિણામો જોવા મળ્યાં છે .

DRDOના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવા ન માત્ર ઓક્સિજન પર નિર્ભરતાને ઘટાડશે, પરંતુ હોસ્પિટલોમાં બેડની અછતને પણ દૂર કરી શકે છે. એને કારણે જ 2-DGને ગેમ ચેન્જર કહેવામાં આવી રહી છે.

DRDOની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS)ની લેબોરેટરીમાં તૈયાર થઈ રહેલી આ દવા ગ્લુકોઝની જ એક સબ્સ્ટિટ્યૂટ છે. એ માળખાકીય રીતે ગ્લુકોઝ જેવી જ છે, પરંતુ હકીકતમાં એનાથી અલગ છે. એ પાઉડરના સ્વરુપમાં છે અને પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવે છે.

કોરોના વાયરસ પોતાની એનર્જી માટે દર્દીના શરીરમાંથી ગ્લુકોઝ લે છે. જ્યારે આ દવા માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે. કોરોના વાયરસ ગ્લુકોઝ સમજીને આ દવાનો ઉપયોગ કરવા લાગે છે. આ રીતે વાયરસને એનર્જી મળવાનું બંધ થઈ જાય છે. અને, કોરોના વાયરસ સિન્થેસિસ બંધ થઈ જાય છે. એટલે કે નવો વાયરસ બનવાનું બંધ થઈ જાય છે અને, બાકીના વાયરસ મરી જાય છે.

હકીકતમાં આ દવા કેન્સરની સારવાર માટે તૈયાર કરવામાં આવી હતી, કેમ કે એ માત્ર સંક્રમિત કોષોમાં જમા થઈ જાય છે, એના આ ગુણના કારણે માત્ર કેન્સરગ્રસ્ત કોષોને મારવાના વિચારથી આ દવા તૈયાર કરાઇ હતી. આ દવાનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને સચોટ કિમોથેરપી આપવા માટે પણ ઉપયોગ કરવાની તૈયારી છે.

સામાન્ય ગ્લુકોઝની જેમ આ દવા પાઉચમાં પાઉડરના રૂપમાં મળશે. એને પાણીમાં મિક્સ કરીને મોંથી દર્દીને આપવાની રહેશે. ડૉક્ટર દવાનો ડોઝ અને સમય દર્દીની ઉંમર, મેડિકલ કન્ડિશન વગેરેની તપાસ કરીને એનો ઉપયોગ કરશે. DRDOના વૈજ્ઞાનિકોએ ડૉક્ટરની સલાહ વગર, કોરોનાથી બચવાના નામે અથવા વધારે પ્રમાણમાં દવા ન લેવાની ચેતવણી પણ આપી છે.

દવાની કિંમતને લઈને હજી સુધી કોઈ જાહેરાત કરાઇ નથી આવી. DRDOના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુધીર ચંદાનાના જણાવ્યા પ્રમાણે, દવાની કિંમત ઉત્પાદનની રીત અને પ્રમાણ પર નિર્ભર કરશે. પ્રોજેક્ટના ઈન્ડસ્ટ્રિયલ પાર્ટનર ડૉ. રેડ્ડીઝ લેબને આ બધું નક્કી કરવાનું છે. ટૂંક સમયમાં કિંમત પણ જાહેર કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે આ દવા જિનેરિક મોલિક્યુલમાંથી બને છે, તેથી મોંઘી નહીં હોય. બીજી બાજુ સૂત્રોનો હવાલો આપતા દાવો કરવામાં આવી રહ્યો છે કે દવાના એક પાઉચની કિંમત 500-600 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર તેમાં કેટલીક સબસિડીની જાહેરાત કરી શકે છે. અને, ટુંક સમયમાં એટલે ચાર અઠવાડિયામાં આ દવા બજારમાં ઉપલબ્ધ થઇ જશે તેવું પણ કહેવાઇ રહ્યું છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati