ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે છે ખુશખબરી, RBIએ આ નિયમમાં ફેરફાર કર્યો

જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે એક ખુશખબરી છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ગ્રાહકોના લેણ-દેણ માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સમયસીમામાં ફેરફાર કર્યો છે. આ નવો ફેરફાર 26 ઓગસ્ટથી લાગૂ થશે. RBI મુજબ RTGS દ્વારા મોટી રકમના ટ્રાન્ઝેકશનની સુવિધા 26 ઓગસ્ટથી સવારે 7 વાગ્યાથી ઉપલબ્ધ થશે. હાલમાં ગ્રાહકોની લેણ-દેણ માટે […]

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે છે ખુશખબરી, RBIએ આ નિયમમાં ફેરફાર કર્યો
Kunjan Shukal

|

Aug 22, 2019 | 4:53 AM

જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે એક ખુશખબરી છે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ગ્રાહકોના લેણ-દેણ માટે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ની સમયસીમામાં ફેરફાર કર્યો છે. આ નવો ફેરફાર 26 ઓગસ્ટથી લાગૂ થશે.

RBI મુજબ RTGS દ્વારા મોટી રકમના ટ્રાન્ઝેકશનની સુવિધા 26 ઓગસ્ટથી સવારે 7 વાગ્યાથી ઉપલબ્ધ થશે. હાલમાં ગ્રાહકોની લેણ-દેણ માટે આ સુવિધા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. ત્યારે બૅન્કોની વચ્ચે લેણ-દેણ માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7.45 મિનિટ સુધી ઉપલબ્ધ હોય છે. RBIએ તે સંબંધિત એક નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

RTGS ઓનલાઈન ટ્રાન્ઝેકશનનું એક માધ્યમ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમને ટ્રાન્સફર કરવા માટે થાય છે. તેની હેઠળ ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મોકલી શકાય છે અને વધારેમાં વધારે રકમ મોકલવાની કોઈ સીમા નથી. થોડા દિવસ પહેલા જ RBIએ આ સુવિધા પર લાગતા ચાર્જને હટાવી દીધો હતો. રવિવાર અને રજાના દિવસોમાં RTGSની સર્વિસ ઉપલબ્ધ નથી હોતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

ત્યારે RBIએ તાજેતરમાં જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના એક અન્ય માધ્યમ નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા 24 કલાક ટ્રાન્ઝેક્શનની પરમિશન આપવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર આ વર્ષે ડિસેમ્બરથી લાગૂ થશે. હાલમાં NEFT બીજા અને ચોથા શનિવાર સિવાય ગ્રાહકો માટે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. NEFT હેઠળ 2 લાખ રૂપિયા સુધીની રકમ મોકલવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati