Geeta Samota: સાહસ છે તેના શ્વાસમાં! કિલીમંજારો પર્વત પર ચઢીને રચ્યો ઈતિહાસ

Geeta Samota: જો આપણી પાસે હિમ્મત અને લગન હશે તો કોઈ પણ કાર્ય કરવું અશક્ય નથી આવું જ એક ઉદાહરણ પુરુ પાડ્યું છે ગીતા સમોતાએ

Geeta Samota: સાહસ છે તેના શ્વાસમાં! કિલીમંજારો પર્વત પર ચઢીને રચ્યો ઈતિહાસ
Geeta Samota

જો આપણી પાસે સાહસ અને જુસ્સો હોય તો કોઈપણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે. તેમજ આવા ગુણોથી માણસ પોતાના લક્ષ્યને મેળવી શકે છે. આમ તો ઉંચા શીખરો સર કરવા, પર્વતો ચડવાએ મહાન સાહસનું કામ તો છે જ સાથે સાથે રોમાંચ પણ એટલો જ હોય છે.

 

પરંતુ આ કામ ક્યારેક જીવને જોખમમાં મુકવા બરાબર પણ બનતુ હોય છે. પરંતુ જો આપણી પાસે ધૈર્ય અને લક્ષ્ય સુધી પહોંચવાનો જુસ્સો હોય તો આપણને દરેક બાબતમાં નિશ્ચિતપણે સફળતા મળશે. અહીં આપણે વાત કરી રહ્યા છીએ એક આવી જ સાહસ કથાની.

 

આજે યુવાન ભારતીય ટ્રેકર ગીતા સમોતાએ આફ્રિકાના સૌથી ઉંચા શિખર (5,895 મીટર) કિલીમંજારો પર ચઢીને બધાને ચોંકાવી દીધા. ગીતા સમોતાએ શિખર પર તિરંગો ફરકાવ્યો. તિરંગો લહેરાવતી વખતે તેમની ખુશી દેખાઈ રહી હતી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેમણે કિલીમંજારો પર પહોંચીને સમગ્ર વિશ્વમાં ભારતની ખ્યાતિ ફેલાવી.

 

કિલીમંજારો પર્વતની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 5,895 મીટર છે. તે વિશ્વનો સૌથી ઉંચો મુક્ત પર્વત છે અને માઉન્ટ કિલીમંજારોના શિખર પર ત્રણ જ્વાળામુખી શંકુ પણ આવેલા છે. આ પહેલા આંધ્રપ્રદેશની નવ વર્ષની બાળકી ઋત્વિકા પણ આ પર્વત પર ચઢાણ કરી ચૂકી હતી.

 

ઋત્વિકા કિલિમંજારો પર ચઢનારી સૌથી નાની વયની એશિયન છોકરી છે. કિલીમંજારો શિખર પૃથ્વી પર ચોથું સૌથી મહત્વનું સ્થાન માનવામાં આવે છે. જો કે, વૈજ્ઞાનિકોના અભ્યાસમાં એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે 2050 સુધીમાં પર્વતનું બરફનું સૌંદર્ય અને હિમનદીઓ અદૃશ્ય થઈ જશે કારણ કે ઓઝોનનું સ્તર તૂટી રહ્યું છે.

 

13 ઓગસ્ટના રોજ ગીતા સમોતાએ યુરોપના સૌથી ઉંચા શિખર એલ્બ્રસ (5,672 મીટર) પર ચઢાણ કર્યું હતુ. આ કારણે તેમને ટૂંકા ગાળામાં બે પર્વતો પર ચડનાર સૌથી ઝડપી ભારતીયનું સન્માન પ્રાપ્ત થયું. તેમની આ સિદ્ધિની પ્રશંસા તાન્ઝાનિયામાં નિયુક્ત ભારતના હાઈ કમિશ્નર બિનયા પ્રધાને ટ્વીટર પ્લેટફોર્મ દ્વારા કરી અને તેમને અભિનંદન પાઠવ્યા.

 

 

રેકોર્ડ બનાવ્યા બાદ ગીતા સમોતાએ કહ્યું કે તમારામાં વિશ્વાસ રાખો અને વિશ્વને તમારી સિદ્ધિઓથી અવગત કરાવો. આફ્રિકાની ટોચ પર મહિલાઓની શક્તિ ચમકી રહી છે, જેનાથી  ભારત અને સીઆઈએસએફ (CISF)ની મહિલાઓ ગૌરવ અનુભવી રહી છે.

 

આ પણ વાંચો :  IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

 

આ પણ વાંચો : શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

Click on your DTH Provider to Add TV9 Gujarati