Gandhinagar Railway Station Inauguration LIVE: નવા ભારતની નવી ઓળખ સાથે વધુ એક કડી જોડાઈઃ મોદી

PM Modi Inaugurates Gandhinagar Railway Station LIVE Updates: આજે દેશના પૂર્વોતર રાજ્યોમાં રેલ્વે પહોચવા સાથે વિકાસના નવા દ્વાર ખોલાયા હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે,  ટુંક સમયમાં શ્રીનગરને કન્યાકુમારી સાથે રેલ માર્ગે જોડી દેવાશે. 

Gandhinagar Railway Station Inauguration LIVE: નવા ભારતની નવી ઓળખ સાથે વધુ એક કડી જોડાઈઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન સહીત અનેક વિકાસલક્ષી કાર્યોનું કર્યુ લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે 16મી જુલાઈને શુક્રવારના રોજ,  800 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવેલ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરતા કહ્યું કે, નવા ભારતની નવી ઓળખ સાથે વધુ એક કડી જોડાઈ ગઈ છે. એક સમયે લોકો માટે લકઝરી ગણાતી સુવિધાઓ આજે જાહેર સ્થળે ઉપલબ્ધ કરાઈ રહી છે. આજે દેશના પૂર્વોતર રાજ્યોમાં રેલ્વે પહોચવા સાથે વિકાસના નવા દ્વાર ખોલાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ટુંક સમયમાં શ્રીનગરને કન્યાકુમારી સાથે રેલ માર્ગે જોડી દેવાશે.

અમદાવાદના સાયન્સ સિટીમાં વિવિધ ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વડાપ્રધાન કહ્યું કે, વિદેશમાં જે પ્રકારની સુવિધાઓ જોવા મળે છે તેવી જ સુવિધાઓ હવે અમદાવાદના સાયન્સ સિટીમાં પણ ઉપલબ્ધ થઈ છે. મેડીસીન, ખેતી, સ્પેસ, ડિફેન્સ સહીતના અન્ય ક્ષેત્રમાં રોબોટ કેવી રીતે ઉપયોગી છે તે રોબોટીક ગેલેરીમાં નિહાળી શકાશે. ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને વધારતા વિકાસ કાર્યો સંપન્ન થયા છે.

વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને, કોરોના માહમારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત આજે રસીકરણના 3 કરોડ ડોઝ સુધી પહોચી ચૂક્યુ છે. પરંતુ કોરોના માટે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા ઉપર ભાર મૂકવા અપીલ કરી હતી.

આ પ્રસંગે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, દિલ્લીથી વરચ્યુલ સ્વરૂપે સમારોહમાં સામેલ થયા હતા. તો કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિનીકુમાર, રાજ્યકક્ષાના કેન્દ્રીય રેલ્વે પ્રધાન દર્શના જરદોષ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતેથી કાર્યક્રમમાં જોડાયા હતા.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 16 Jul 2021 17:33 PM (IST)

  નરેન્દ્ર મોદીએ, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા કરી અપીલ

  ગુજરાત અને દેશના વિકાસ કાર્યોની વચ્ચે કોરોનાને પણ ધ્યાને રાખવો જરૂરી છે. સૌના જીવનને પ્રભાવિત કર્યા છે. એક રાષ્ટ્રના રૂપમાં પૂરા સામાર્થ્યની સાથે તેનો સામનો કર્યો છે. ગુજરાત 3 કરોડ રસીકરણના ડોઝ ઉપર પહોચી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા અપીલ કરી હતી.

 • 16 Jul 2021 17:30 PM (IST)

  નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પહેલીવાર રેલ્વે પહોચી રહી છે, શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડી દેવાશે

  રેલ્વેની ભૂમિકા વિકાસ માટે બહુ મહત્વની રહી છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પહેલીવાર રેલ્વે પહોચી રહી છે. શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડી દેવાશે. વડનગર, પાટણ મોઢેરા રેલ્વેથી જોડાયુ છે. ઓછા સમયમાં પૂર્ણ થનારો પ્રોજેક્ટ છે. વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરને જોડતો મહત્વનો ભાગ છે.

 • 16 Jul 2021 17:27 PM (IST)

  રેલ્વેની કાયાકલ્પને કારણે મહાત્મા મંદિરનો પણ વ્યાપક ઉપયોગ થશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, હુ જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો ત્યારે બસ સ્ટેશનને પીપીપી ધોરણે વિકાસાવ્યા. એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનમાં મળી રહી છે. હુ દિલ્લી આવ્યો ત્યારે અધિકારીઓને કહ્યુ કે આવી સુવિધા દેશના અન્ય બસ સ્ટેશન રેલ્વે સ્ટેશનને કેમ ના મળે. ગાંધીનગરમાં વિકાસની શરુઆત છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેક ઉપર હોટલ બનાવી છે. રેલ્વેની કાયાકલ્પને કારણે મહાત્મા મંદિરનો પણ વ્યાપક ઉપયોગ થશે.

 • 16 Jul 2021 17:23 PM (IST)

  ભારતીય રેલ્વેના નવા અવતારની આ ઝાંખી છે

  અકસ્માતને લઈને મીડિયામાં છવાયેલ રહેતી રેલ્વે આધુનિક અને મેગા પ્રોજેક્ટ તરીકે સ્થાન મળી રહ્યું છે. ભારતીય રેલ્વેના નવા અવતારની આ ઝાંખી છે. દેશના ખુણે ખુણે સુધી રેલ્વે પહોચે તે માટે કેપિટલ, રિસોર્સ વર્ટીકલ વિકાસ જરૂરી છે. રેલ્વેના યાત્રિકોને એરપોર્ટ જેવી સુવિધા મળે તેવુ આધુનિક સવલતોસભર રેલ્વે સ્ટેશન ગાંધીનગરને મળી રહ્યું છે.

 • 16 Jul 2021 17:21 PM (IST)

  આજે રેલ્વેમાં સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા અને ઝડપ પણ વધી છે

  રેલ્વેને એસેટ સ્વરૂપ્ વિકસિત કરવાની ઈચ્છા સાથે કામ કરાયુ છે. આજે રેલ્વેમાં સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા અને ઝડપ પણ વધી છે. આવનારા દિવસોમાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર તૈયાર થઈ જતા ઝડપ હજુ પણ વધશે. યાત્રીઓને નવો અને અદભુત અનુભવ મળી રહ્યો છે. ટ્રેનમાં જનારા સૌ કોઈ અનુભવ કરી રહ્યાં છે કે, પહેલા કરતા સાફ રહે છે. ટીયર ટુ અને થ્રી શહેરના રેલ્વે સ્ટેશનોનો વિકાસ કરાઈ રહ્યો છે.

 • 16 Jul 2021 17:18 PM (IST)

  વિદેશમાં જે પ્રકારની સુવિધાઓ હોય છે તેવી સુવિધા સાયન્સ સિટીમાં જોવા મળે છે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે,  મેડીસીન, ખેતી, સ્પેસ, ડિફેન્સ સહીતના અન્ય ક્ષેત્રમાં રોબોટ કેવી રીતે ઉપયોગી છે તે સાયન્સસિટીમાં મળી રહેશે. રોબોટ દ્વારા રાંધવામાં આવેલ રસોઈ ખાઈ શકાશે. સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા વિદેશમાં હોય છે. પણ હવે ગુજરાત અને ભારતમાં પણ મળી રહે છે. સાયન્સ સિટીમાં લોકો વધુમાં વઘુ આવે. મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને વધારતા વિકાસ કાર્યો સંપન્ન થયા છે.

 • 16 Jul 2021 17:15 PM (IST)

  અર્બન ડેવલપમેન્ટના વિચારને પાછળ છોડીને દેશ આગળ વધી રહ્યો છેઃ મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અર્બન ડેવલપમેન્ટના વિચારને પાછળ છોડીને દેશ આગળ વધી રહ્યો છે. સાબરમતીની ખરાબ હાલત કોઈ ભૂલી શકે તેમ નથી. આજે ત્યા વિકાસ જોવા મળી રહ્યો છે. કાંકરિયામાં પણ આવો જ વિકાસ કરાયો છે. બાળકોને નવુ શિખવા માટે સાયન્સ સિટી એક માધ્મય બન્યુ છે. જ્યા જ્ઞાન સાથે મનોરંજન, વિજ્ઞાન અને તેમના રસ રૂચિને સંતોષ મળશે. એશિયાના ટોપ એક્વેરિયમમાં એક સાયન્સ સિટીનુ એકિવેરીયમ છે

 • 16 Jul 2021 17:12 PM (IST)

  નવા ભારતની નવી ઓળખ સાથે વધુ એક કડી જોડાઈ રહી છેઃ મોદી

  આજનો દિવસ મહત્વનો છે તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે નવા ભારતની નવી ઓળખ સાથે વધુ એક કડી જોડાઈ રહી છે. દિલ્લીથી મે વિમોચન કર્યુ છે. પણ રૂબરુ જોવાની ઈચ્છા રોકી શકતો નથી સમય મળે રૂબરુ નિહાળીશ. આજે દેશમાં એવા ઈન્ફ્રાનું નિર્માણ થઈ રહ્યુ છે કે સુવિધાજનક જાહેર સ્થળની વિચારણા પણ નહોતી થતી. આવી સુવિધાને લકઝરી સાથે જોડી દેવાઈ હતી.

 • 16 Jul 2021 17:08 PM (IST)

  વડાપ્રધાને રિમોટ કંટ્રોલથી વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ લોકાર્પણ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલના માધ્યમથી, ગુજરાતના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અંગેની તક્તિઓનુ અનાવરણ કર્યુ હતું. તો સાથોસાથ લીલીઝંડી દર્શાવીને બે ટ્રેનને રવાના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સાયન્સ સિટી ખાતે નવા ત્રણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યુ હતું.

 • 16 Jul 2021 16:54 PM (IST)

  ગુજરાતે વર્ષો સુધી રેલ્વે ક્ષેત્રે અન્યાય સહન કર્યો છે, પરંતુ હવે સર્વાગી વિકાસ કરાઈ રહ્યો છેઃ રૂપાણી

  ગાંધીનગરને નવી રેલ્વેની ભેટ આપીને શિવજીની નગરી કાશી સાથે જોડવા, ગાંધીનગરથી વારાણસી સુધીની સાપ્તાહિક સુપર ફાસ્ટ ટ્રેનની ભેટ મળી રહી છે, તેમ જણાવીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતે વર્ષો સુધી રેલ્વે ક્ષેત્રે અન્યાય સહન કર્યો છે. પરંતુ હવે સર્વાગી વિકાસ કરાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટિને કારણે,  વિશ્વસ્તરની સમકક્ષ મહાત્મા મંદિર જેવુ એક્ઝિબિશન સેન્ટર આપ્યુ છે. અને આવા તો અનેક વિકાસની ભેટ મળી છે.

 • 16 Jul 2021 16:50 PM (IST)

  ગુજરાતના વિકાસની વાત દેશના અન્ય રાજ્યોની સાથે નહી વિશ્વના અન્ય દેશ સાથે થઈ રહી છે : વિજય રૂપાણી

  ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની રાજનિતીના પ્રેરણાસ્ત્રોત છે. વરચ્યુલ માધ્યથી ગુજરાતને વિકાસની ભેટ આપી રહ્યાં છે. ગુજરાતની વિકાસ યાત્રાને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ ગયા છે. ગુજરાતના વિકાસની વાત દેશના અન્ય રાજ્યોની સાથે નહી વિશ્વના અન્ય દેશ સાથે થઈ રહી છે.

 • 16 Jul 2021 16:44 PM (IST)

  ગુજરાતના તમામ વિકાસ કાર્યોને વૈશ્વિકકક્ષાના બનાવવામાં નરેન્દ્ર મોદીનું મોટુ યોગદાનઃ અમિત શાહ

  કેન્દ્રના ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાસંદ અમિત શાહે વીડિયો કોન્ફરન્સથી આ પ્રસંગે કહ્યુ કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો સંપૂર્ણ કાયાકલ્પ થયો છે. એન્જિનીયરીગ સાહસ સફળ થયુ છે. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ ઈચ્છતા હતા કે ગુજરાતના તમામ વિકાસ કાર્યો વિશ્વકક્ષાના બને. બે નવી ટ્રેન શરૂ થઈ રહી છે. 800 કરોડના રોકાણથી ગાંધીનગર રેલ્વે સ્ટેશન આધુનિક બન્યુ છે.

 • 16 Jul 2021 16:38 PM (IST)

  ગાંધીનગર રેલ્વે સ્ટેશન જોઈને સૌ કોઈ વિકાસની નવી ઉચાઈને નિહાળી શકશે

  કેન્દ્રના રેલ્વે પ્રધાન અશ્વિનીએ, આધુનિકરણ પામેલ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આ પ્રોજેક્ટથી સૌ કોઈ વિકાસની અનુભૂતિ કરી શકે છે. વંદેભારત અને તેજસ ટ્રેનનું દુનિયાભરમાં નામ છે. કોવિડ મહામારીમાં ઓક્સિજન વહન કર્યુ હતું.

 • 16 Jul 2021 16:35 PM (IST)

  આઠ પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે વડાપ્રધાન

  ગુજરાતમાં વિવિધ આઠ પ્રોજેક્ટનુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકાર્પણ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી કરાયેલ છે. તમામે તમામે પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થયા હોવાનું ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મૂકીમે જણાવ્યુ હતું.

 • 16 Jul 2021 16:32 PM (IST)

  આધુનિક સુવિધાઓથી સજજ છે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન

  વૈશ્વિક કક્ષાની માર્ગદર્શિકા અનુસાર રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાયુ છે. સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન સબ-વે છે. અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ પણ બનાવેલ છે. સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હોલ બનાવેલ છે. રેલ્વે સ્ટેશને બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ પણ અલાયદો બનાવેલ છે. સ્ટેશન ઉપર ઑડિયો-વિડીયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા પણ બનાવેલ છે. આધુનિકરણ પામેલા સ્ટેશને ગુજરાત સરકારની 74 ટકા અને રેલવે મંત્રાલયની 24 ટકાની ભાગીદારી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati