મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં 12 લોકોના મોત, NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી, જુઓ VIDEO

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં 12 લોકોના મોત, NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી, જુઓ VIDEO

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે. મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે […]

Kunjan Shukal

|

Jul 16, 2019 | 8:24 AM

મુંબઈમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચી ગયો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ જર્જરિત ઈમારત ધરાશાયી થતાં આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈના ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ત્યારે એક નવજાત બાળકને બચાવવામાં આવ્યું છે. આ ઈમારતમાં લગભગ 15 જેટલા પરિવાર રહેવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આસપાસની બધી જ ઈમારતોને ખાલી કરાવવામાં આવી છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati