ફ્રાન્સથી ગત મોડી રાત્રે ભારત આવ્યા વધુ ચાર રાફેલ યુધ્ધ વિમાન, આંખના પલકારામાં દુશ્મનને કરી દેશે તબાહ

ગઈ મોડી રાત્રે ફ્રાન્સથી વધુ ચાર રાફેલ યુદ્ધ વિમાનો ( Rafale war planes ) ભારત પહોંચ્યા હતા. ભારત પાસે  હવે 18 રાફેલ વિમાનનો કાફલો થયો છે. વધુ 18 રાફેલ યુધ્ધ વિમાનો આ વર્ષના અંત સુધીમાં ભારત આવશે.

ફ્રાન્સથી ગત મોડી રાત્રે ભારત આવ્યા વધુ ચાર રાફેલ યુધ્ધ વિમાન, આંખના પલકારામાં દુશ્મનને કરી દેશે તબાહ
ફ્રાન્સથી ભારત આવી રહેલા રાફેલ યુદ્ધ વિમાનનો ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 22, 2021 | 10:13 AM

ગઈ મોડી રાત્રે ફ્રાન્સથી વધુ ચાર રાફેલ યુદ્ધ વિમાનો ( Rafale war planes ) ભારત પહોંચ્યા હતા. ફ્રાન્સથી ઉડેલા  આ વિમાન માટે હવામાં જ  ઈધણ પૂરવામાં આવ્યુ હતું.  રિફ્યુલિંગની ગોઠવણ ફ્રેન્ચ એરફોર્સ અને યુએઈ દ્વારા, ફ્રાન્સથી ભારત સુધીના આઠ હજાર કિલોમીટરના અંતરમાં યુએઈની હવાઈ સરહદમાં નોન સ્ટોપની મુસાફરી દરમિયાન કરવામાં આવી હતી.

ભારત પાસે  18 રાફેલ વિમાન ભારતીય વાયુસેનાના વડા આર.કે.એસ. ભદૌરીયાએ બુધવારે ફ્રાન્સના મરિનાક બોર્ડોક્સ એરબેઝ પરથી ચાર રાફેલ વિમાનોને રવાના કર્યા હતા. વાયુદળના અધિકારીઓએ કહ્યું કે રાફેલ યુદ્ધ વિમાનોનો આ પાંચમો જથ્થો ભારત પહોંચતાની સાથે જ ભારતીય વાયુસેના પાસે હાલમાં કુલ 18 રાફેલ વિમાન છે. આનાથી ભારતીય વાયુ સેના સાથે રાફેલ વિમાનનું એક સ્ક્વોડ્રોન પૂર્ણ થયું છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અંબાલા એરબેઝ પર 18 વિમાનનો પ્રથમ સ્કવોડ્રોન પંજાબના અંબાલા એરબેઝ પર 18 વિમાનનો પ્રથમ સ્કવોડ્રોન તહેનાત છે. જ્યારે બીજો સ્ક્વોડ્રન એટલે કે અન્ય 18 રાફેલ વિમાન પશ્ચિમ બંગાળના હાશીમારા એરબેઝ પર તહેનાત કરવાના છે.

એરફોર્સના વડા ભદોરિયા પાંચ દિવસના ફ્રાન્સ પ્રવાસે એરફોર્સના ચીફ ભાદોરિયા સોમવારે પાંચ દિવસના પ્રવાસ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. તેઓ ફ્રેન્ચ પાઇલટ્સ સાથે ફ્રાન્સ અને યુએઈની આ વિમાનોને રોકાયા વિના ભારતમાં પહોંચાડવા માટેની વ્યવસ્થાને જોવા ગયા છે.

ચારેય રાફેલ વિમાન મોડી રાત્રે 11.45 વાગ્યે એર બેઝ પર ઉતર્યા ફ્રાન્સથી ઉડેલા ચારેય રાફેલ વિમાન બુધવારે મોડી રાત્રે 11.45 વાગ્યે ભારતીય હવાઇ મથક પર ઉતર્યા હતા. આ વિમાનનું રિફ્યુલિંગ આ વખતે પણ હવામાં થયું હતું, અને આ કાર્ય યુએઈ દ્વારા તેના એરફિલ્ડમાં પણ કરવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસે પણ કોવિડ -19 રાઉન્ડ દરમિયાન નિર્ધારિત સમયની અંતર્ગત ભારતને હવાલે કરવા અને પાઇલટ્સની યોગ્ય તાલીમ આપવા બદલ રાફેલ વિમાનનો આભાર માન્યો હતો. વિમાનની નોન સ્ટોપ ફ્લાઇટ દરમિયાન હવામાં વિમાનનું રિફ્યુઅલ કરવા બદલ યુએઈનો પણ આભાર માન્યો હતો.

2016 માં, ફ્રાન્સ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનું નક્કી કર્યું.

સપ્ટેમ્બર 2016માં, ભારત સરકારે ભારતીય વાયુ સેના માટે ફ્રાન્સ પાસેથી કુલ 36 રાફેલ (બે સ્ક્વોડ્રન) યુદ્ધ વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ સંરક્ષણ સોદો બંને સરકારો વચ્ચે 59 હજાર કરોડ રૂપિયામાં થયો હતો. બાકી રહેલા તમામ રાફેલ વિમાનો, 2021ના વર્ષના અંત સુધીમાં વિમાન ભારત પહોંચાડાશે.

ડબલ એન્જિન યુદ્ધ વિમાન પરમાણુ હુમલો કરવા સક્ષમ આ બે એન્જિન ધરાવતા યુદ્ધ વિમાન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. તે એક સાથે 14 સ્થળોને લક્ષ્ય બનાવી શકે છે. તે હવાથી જમીન અને દરિયાઇ હુમલો માટે હવાઈ સંરક્ષણ કવચ હાથ ધરવામાં સક્ષમ છે. તેમાં એર-ટુ-એર મિસાઇલ્સ, સ્કેલ્પ ક્રુઝ મિસાઇલો અને હેમર સ્માર્ટ વેપન પણ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">