સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જીટી નાણાવટીનું નિધન, અગાઉ ગુજરાત ચીફ જસ્ટિસનું પદ સંભાળી ચુક્યા છે જીટી નાણાવટી

વર્ષ 1979માં તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી, 1993 માં, તેમની બદલી ઓરિસ્સા હાઈકોર્ટમાં થઈ.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જીટી નાણાવટીનું નિધન, અગાઉ ગુજરાત ચીફ જસ્ટિસનું પદ સંભાળી ચુક્યા છે જીટી નાણાવટી
Justice GT Nanavati (File Photo)
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Dec 18, 2021 | 6:35 PM

સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના પૂર્વ ન્યાયાધીશ(Former Judge) જસ્ટિસ જીટી નાણાવટી(Justice GT Nanavati)નું શનિવારે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેઓ  1984ના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગોધરા રમખાણ(Godhra riots) તપાસ પંચની તપાસ કરનારા કમિશન(Commission of Inquiry)ના વડા તરીકે જાણીતા છે.

અમદાવાદમાં નિવાસસ્થાને નિધન

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ નાણાવટીનું શનિવારે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મળતી માહિતી અનુસાર જસ્ટિસ નાણાવટીને બપોરે 1:30 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયુ હતુ.

બોમ્બે હાઇકોર્ટથી કાનુની પ્રેક્ટિસ શરુ કરી

જસ્ટિસ નાણાવટીએ વર્ષ 1958માં બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)માંથી કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1979માં તેઓ ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)ના જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી, 1993 માં તેમની બદલી ઓરિસ્સા હાઈકોર્ટમાં થઈ હતી.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશ રહી ચુક્યા છે

સુપ્રીમ કોર્ટમાંથી તેમની નિવૃત્તિ પછી, તેમણે 1984ના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગોધરા રમખાણોની તપાસ માટે રચાયેલા તપાસ પંચનું નેતૃત્વ કર્યું. 6 માર્ચ 1995ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બન્યા તે પહેલા તેમણે ઓરિસ્સા, ગુજરાત અને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ પણ સંભાળ્યું હતું. તેઓ 16 ફેબ્રુઆરી 2000ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. જસ્ટિસ નાણાવટીનો જન્મ 17 ફેબ્રુઆરી 1935ના રોજ થયો હતો.

મહત્વનું છે કે મે 2002માં, ગુજરાત સરકારે ગોધરા રમખાણોની તપાસ માટે રચાયેલ કમિશનના વડા તરીકે ન્યાયમૂર્તિ નાણાવટીની નિમણૂક કરી. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ પછી, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભીષણ રમખાણો થયા, જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા.

આ પણ વાંચો : ચીને લદ્દાખમાં 1 હજાર કિમી જમીન પર કબજો કર્યો અને પીએમ મોદી મૌન છે, અમેઠીમાં રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

આ પણ વાંચો : રાજનાથ સિંહે ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા, કહ્યું- ચીનનો સામનો કરવા ભારત પાસે છે ઈચ્છાશક્તિ અને ક્ષમતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati