RAWનો ટાઈગર જીવતો છે, પણ રહેવા-ખાવા માટે ફાફા છે

પાકિસ્તાનમાં (Pakistan) જઈને, ઈમરાન, યુસુફ, યુનુસ બનીને ભારત માટે જાસુસી કરનાર રો (RAW)ના એક સમયના સિક્રેટ એજન્ટ (Secret agent) આજે ઘરબાર વિહાણો હોવા ઉપરાંત ખાવાના ફાફા છે.

RAWનો ટાઈગર જીવતો છે, પણ રહેવા-ખાવા માટે ફાફા છે
રોના પૂર્વ જાસુસની બદતર જીંદગી
Follow Us:
| Updated on: Feb 14, 2021 | 1:14 PM

હિન્દી કે અંગ્રેજી ફિલ્મોમાં ટાઈગર કે જેમ્સ બોન્ડ જેવા સીક્રેટ એજન્ટ (Secret agent) ની રીલ લાઈફ સુખ સુવિધા સભર દર્શાવવામાં આવે છે. પરતુ વાસ્તવિકતા તેનાથી સાવ ઉલટી છે. સલમાન ખાનની ટાઈગર જીંદા હૈ ફિલ્મમાં રોના (RAW) સિક્રેટ એજન્ટ ટાઈગરને, જે રીતે એશોઆરામ ભરી જીંદગી વિતાવતો દર્શાવ્યો છે તેવા જ કામ કરી ચૂકેલો ટાઈગર ભારતમાં પણ જીવે છે પરતુ આ ટાઈગરને ખાવાના ફાફા છે. ઉતરપ્રદેશના નજીબાબાદમાં રહેનાર મનોજ રંજન દિક્ષીતે જ્યારે જિલ્લા કલેકટર કચેરીમાં જઈને, અધિકારીને કહ્યુ કે, તેઓ રોના (RAW) પૂર્વ એજન્ટ છે અને રહેવા માટે છત જોઈએ છે ત્યારે અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા.

જાસુસીના આરોપસર પાકિસ્તાનમાં (Pakistan) પકડાયેલા મનોજ રંજન દિક્ષીતને 2005માં ભારતની અટારી સરહદે લાવીને મુક્ત કરવામાં આવ્યો હતો. કેટલાક વર્ષ બાદ, મનોજ રંજન પત્નિની સારવાર માટે લખનૌ આવ્યા હતા. પાકિસ્તાનથી છુટ્યા બાદ 2007માં લગ્ન કર્યા. થોડાક સમય બાદ ખબર પડી કે પત્નિને કેન્સર છે. 2013માં કેન્સરથી પત્નિનુ મોત નિપજ્યુ. ત્યારથી તેઓ લખનૌમાં છે. ગોમતીનગર વિસ્તારમાં સ્ટોર કિપરની નોકરી કરતા હતા પરંતુ લોકડાઉનને કારણે નોકરી જતી રહી. ત્યારથી રો ના આ ટાઈગરને ખાવાના અને રહેવાના ફાફા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

પાકિસ્તાનમાં ક્યારેક યુસુફ, યુનુસ કે ઈમરાન બનીને ભારતની મહત્વની કામગીરીમાં મદદ કરવા ઉપરાંત પાકિસ્તાનની કેટલીક ગુપ્ત માહિતી ભારતને પહોચાડી હતી. જો કે અફધાનિસ્તાન સરહદે ઝડપાઈ ગયા બાદ પાકિસ્તાન સૈન્ય અને પોલીસે ખુબ જ યાતના આપી હતી છતા રો ના એજન્ટ હોવા મુદ્દે એકના બે નહોતા થયા. 80ના દશકામાં રો માં રાજકીય નિમણૂંકોનો પ્રારંભ થયો હતો. એ સમયે મનોજની પસંદગી 1985માં નજીબાબાદથી કરવામાં આવી હતી. સૈન્ય તાલિમ લીધા બાદ, મનોજને કાશ્મિરના કેટલાક યુવાનોની સાથે પાકિસ્તાન મોકલાયો હતો. ત્યાથી તેઓ પાકિસ્તાન અને પાક હસ્તર કાશ્મિરમાં આતંકી ગતીવિધી અંગે ગુપ્ત માહિતી ભારતને આપતા રહ્યાં. પરંતુ 1992માં પાકિસ્તાને મનોજ રંજનની ધરપકડ કરીને કરાચીની જેલમાં બંધ કરી દીધા હતા. દેશ માટે યુવાની કુરબાન કરનાર મનોજ હાલ 56 વર્ષના છે. પરંતુ તેઓ નથી જાણતા કે બાકીનું જીવન કેવી રીતે વિતશે. જો રે રો દ્વારા બે વાર સવા લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોઈ મદદ નથી કરાઈ તેમ મનોજે જણાવ્યુ હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">