પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી, AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં

AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવી રહી છે, જેનું નેતૃત્વ AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની  તબિયત લથડી, AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં
Former Prime Minister Manmohan Singh's health deteriorated, admitted to AIIMS

DELHI : પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત મંગળવારે અચાનક બગડી ગઈ હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને સતત છાતીમાં દબાણ રહેવાની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના CN ટાવરમાં દાખલ કરવામા આવ્યાં છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. AIIMS ડો.મનમોહન સિંહની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવી રહી છે, જેનું નેતૃત્વ AIIMSના ડોક્ટર રણદીપ ગુલેરિયા કરશે.

મનમોહન સિંહ પણ આ વર્ષે 19 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હળવો તાવ આવ્યા બાદ તપાસમાં કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાને 4 માર્ચ અને 3 એપ્રિલે કોરોના રસીના બે ડોઝ લીધા હતા. ડો.મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. 2009 માં તેમણે AIIMS માં બાયપાસ સર્જરી કરાવી હતી.

પૂર્વ પીએમ મનમોહન સિંહ 1998 થી 2004 સુધી વિપક્ષના નેતા હતા
ડો. મનમોહન સિંહ, જે ભારતના 14 મા વડાપ્રધાન હતા, તેઓ એક વિચારક અને વિદ્વાન તરીકે જાણીતા છે. તેમનો જન્મ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર 1932 ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1948 માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. તે પછી તેમણે યુકેની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.

1957માં તેમણે અર્થશાસ્ત્રમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી મેળવી. ત્યારબાદ 1962 માં, તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. 1971માં ડો. મનમોહન સિંહ આર્થિક સલાહકાર તરીકે વાણિજ્ય મંત્રાલયમાં જોડાયા. 1972 માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ડો. મનમોહનસિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. તેમની રાજકીય કારકિર્દીમાં મનમોહન સિંહ 1991થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય હતા, જ્યાં તેઓ 1998 થી 2004 સુધી વિપક્ષના નેતા હતા. તેમણે 2004 ની સામાન્ય ચૂંટણી બાદ 22 મે 2004 ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009 ના રોજ બીજી વખત વડાપ્રધાન બન્યા.

આ પણ વાંચો : Vadodara: પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટનો બફાટ, ગાંધીજી અને જવાહરલાલ નહેરૂ અંગે કરી આપત્તિજનક ટિપ્પણી

આ પણ વાંચો : ગાંધીનગરમાં દેવાંશની હત્યા : પોલીસે હત્યા કરનારા એક સગીર સહીત 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જાણો શા માટે કરી હત્યા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati