પૂર્વ સેના પ્રમુખે ખોલી ચીનની પોલ, શું છે ડ્રેગનની રણનીતિ? જાણો

પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ (MM Naravane) કહ્યું છે કે ચીને કેવી રીતે પૂર્વ લદ્દાખમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારત તરફથી ચીનને જોરદાર જવાબ મળ્યો હતો. ચીન વર્ષોથી LAC પર આવા પ્રયાસો કરી રહ્યું છે.

પૂર્વ સેના પ્રમુખે ખોલી ચીનની પોલ, શું છે ડ્રેગનની રણનીતિ? જાણો
MM NaravaneImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 10:09 PM

પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીનનું સત્ય કહ્યું છે. તેમને કહ્યું છે કે ચીન કેવી રીતે પડોશીઓની જમીન પર કબજો કરે છે. તેમને ગલવાનમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ વિશે પણ કહ્યું છે. જનરલ નરવણેએ કહ્યું કે અમે હંમેશા પેટ્રોલિંગ પોઈન્ટ 15 સુધી પેટ્રોલિંગ કરતા હતા, પરંતુ તેઓ અમને ત્યાં જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અસ્વીકાર્ય હતું. અમને આવતા અટકાવવા તેઓએ નાની-નાની પોસ્ટ કરી હતી અને અમે તેનો સખત વિરોધ કર્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતાં તેમને કહ્યું કે તેઓ (ચીની) મક્કમ હતા કે તેઓ પાછા નહીં જાય અને તેથી અમારે વધુ અવાજ ઉઠાવવો પડશે. ત્યારબાદ તેઓ વધારાના ફોર્સ સાથે આવ્યા અને પેટ્રોલિંગ પોઈન્ટ 15 પર અમારી બાજુમાં અથડામણ થઈ પરંતુ અમે સુનિશ્ચિત કરવામાં સક્ષમ રહે કે તેઓ પાછા ફરે.

જનરલે કહ્યું છે કે ચીન ઘણા વર્ષોથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ તેને ખૂબ જ નાના નાના ચરણોમાં કરી રહ્યા છે. પરંતુ સમયની સાથે-સાથે તેને ઘણું હાંસલ કર્યું છે. આ તે વ્યૂહરચના છે જે તેઓએ અપનાવી છે અને તેના પર વળગી રહ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સ્વ-બચાવમાં કાર્ય કરવા માટે જવાનો સ્વતંત્ર : ભૂતપૂર્વ આર્મી ચીફ

ગલવાનમાં થયેલી અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તેના પર સેના પ્રમુખ જનરલ નરવણેએ કહ્યું હતું કે કોઈપણ જવાનને ગુમાવવાથી તમને દુઃખ થાય છે. તમે થોડું દુઃખ અનુભવો છો, પરંતુ બીજી તરફ તમને એમ પણ લાગે છે કે તેઓએ જે કર્યું છે તે તેમના કર્તવ્યને અનુરૂપ છે અને તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અમે હથિયારો રાખીયે છીએ. પરંતુ અમારા જવાનોએ ખૂબ સંયમ રાખવો પડશે કે અથડામણની સ્થિતિમાં ગોળી ન ચલાવે કારણ કે અમે કરારનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે પીએલએ ગલવાનમાં ઉલ્લંઘન કરી રહ્યું હતું ત્યારે અમે કહ્યું હતું કે જો તેઓ ઉલ્લંઘન કરી રહ્યાં છે તો તમે (જવાનો) સ્વરક્ષણમાં કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છો.

જનરલે કહ્યું કે ચીન સાથે અનેક વાતચીત થયા બાદ એપ્રિલ 2020 સુધી યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. નરવણેનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીને હાલમાં જ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. પરંતુ ચીની સૈનિકોને રોકી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ચીની સૈનિકોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.

આપણા નાગરિકો આપણને મજબૂત બનાવે છે: જનરલ નરવણે

ચીની સેના, પાકિસ્તાની સેના અને ભારતીય સેના વચ્ચેના અંતરના સવાલ પર તેમને કહ્યું કે એક સેના તરીકે તમારે જાણવું પડશે કે તમારી પાસે તમારા દેશનું સમર્થન, તમારી સરકાર અને લોકોની ઈચ્છા વગેરેનું સમર્થન છે. મને લાગે છે કે ત્યાં જ અમારો મોટો ફાયદો છે. આપણા લોકોમાં સશસ્ત્ર દળો માટે ખૂબ સમ્માન અને પ્રશંસા કરે છે. તેમનો પ્રેમ અને સ્નેહ જ અમને આગળ વધારે છે. જ્યારે અમે સરહદ પર હોઈએ છીએ ત્યારે અમે જાણીએ છીએ કે અમારા નાગરિકો અમારી સાથે છે. તે જ અમને મજબૂત બનાવે છે. બીજી તરફ તે કેટલું સાચું છે તે મને ખબર નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">