વિદેશી બાળકે ‘નમસ્તે ભારત’ કહીને જીત્યું લોકોનું દિલ, બજરંગ પૂનિયાએ શેર કર્યો વીડિયો

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ હાલમાં જ એક બાળકનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડિઓ જોયા પછી, દરેક વ્યક્તિ બાળકની માસુમિયતનાં ફેન થઈ જશે.

વિદેશી બાળકે 'નમસ્તે ભારત' કહીને જીત્યું લોકોનું દિલ, બજરંગ પૂનિયાએ શેર કર્યો વીડિયો

ભારતના સ્ટાર રેસલર(Wrestler) બજરંગ પુનિયાને કોણ નથી જાણતું. આ વખતે ઓલિમ્પિક(Olympic)માં પણ દેશના દરેક નાગરિકને તેમના સારા પ્રદર્શનની  અપેક્ષા છે.

ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત બજરંગ પુનિયા જ્યારે પણ સમય મળે ત્યારે સોશીયલ મીડિયા(Social Media)ની દુનિયામાં ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરતા રહે છે. આ દિવસોમાં ફરીથી બજરંગ પુનિયા દ્વારા શેર કરાયેલો નવો વિડિયો લોકોના હૃદયને સ્પર્શી રહ્યો છે.

બજરંગ પુનિયા(Bajrang Punia)એ તાજેતરમાં તેના ઇન્સ્ટા(Instagram) પર વિદેશી બાળકનો ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નાના છોકરાને નમસ્તે ભારત કહેતા સાંભળી શકાય છે.

બજરંગે નમસ્તે ભારત  કહેતાં, એક વિદેશી બાળક પણ સામે નમસ્તે ભારત અદભુત રીતે કહેતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળતા બાળકની ક્યૂટ શૈલીએ લોકોનું દિલ જીતી લીધું. હવે આ વિડિઓ ઝડપથી વધુ લોકપ્રિય થઈ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લાઈક્સ મળી ગયા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિડિયોના કોમેન્ટ સેક્શન(Comment Section)માં, લોકો બાળકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી બનાવીને બાળકને ઘણો પ્રેમ પણ આપી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે, બાળકે નમસ્તે ભારત જે રીતે કહ્યું, તે ખરેખર હૃદય જીતનારુ છે.

તમને જણાવી દઈએ કે આ વખતે ખેલનાં સૌથી મોટા મહા કુંભ ઓલિમ્પિક્સમાં ભારતની સૌથી મોટી ટીમ  ભાગ લેવાની છે, જેમાં 122 ખેલાડીઓ સામેલ થશે. પરંતુ આ વખતે લોકો બજરંગ પુનિયા પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખી રહ્યા છે.

આવી સ્થિતિમાં, બજરંગ પુનિયા કોઈ પણ સંજોગોમાં આ તક ગુમાવવાનું પસંદ નહીં કરે.  રમતોત્સવની સૌથી મોટી ઇવેન્ટ, ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવા માટે માત્ર ગણતરીનાં જ દિવસો બાકી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati