એન્જિનીયરીંગની ફી ભરવાના પૈસા માટે, મજૂરી કરવા મજબૂર બની આ વિદ્યાર્થીની

આ વિદ્યાર્થીનીનુ નામ રોઝી છે. એન્જિનીયરીંગ કોલેજની ફી ચૂકવવા માટે આજે મજૂરી કરી રહી છે રોઝી. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેનો પરિવાર કોલેજની ફી ચૂકવવામાં સક્ષમ નથી. અને આ કારણે રોઝીએ મજૂરી કરવી પડી રહી છે.

એન્જિનીયરીંગની ફી ભરવાના પૈસા માટે, મજૂરી કરવા મજબૂર બની આ વિદ્યાર્થીની
મજૂરી કરતી રોઝી

ભારતને એક વિકાસશીલ દેશ ગણવામાં આવે છે. શિક્ષાને લઈને દેશભરમાં ઘણા અભિયાન અને નારા લગતા હોય છે. દરેક પાર્ટીના દરેક નેતા શિક્ષાનું સ્તર ઊંચું લાવવાની વાતો કરતા જોવા મળે છે. પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જેને જાણીને તમને પણ આઘાત લાગશે.

ઓડીશામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આ કિસ્સો તમને હચમચાવી જશે. આ યુવતી પોતાના ભણતર માટે ફી ભેગી કરવા માટે મજૂરી કરવી પડી રહી છે. છોકરીઓની શિક્ષા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. તેમ છતાં આ યોજના આ બાળકી સુધી પહોચી હોય એમ લાગતું નથી.

 

 

આ વિદ્યાર્થીનીનું નામ રોઝી છે. રોઝી એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તે તેની કોલેજની ફી ચૂકવવા માટે આજે મજૂરી કરી રહી છે. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેનો પરિવાર કોલેજની ફી ચૂકવવામાં સક્ષમ નથી. અને આ કારણે રોઝીએ મજૂરી કરવી પડી રહી છે.

દેલાંગ બ્લોકના કલ્યાણ વિસ્તરણ અધિકારીએ જણાવ્યું કે, રોઝીની આર્થિક સ્થિતિ ખરાબ છે. રોઝીને હજી સુધી ડિપ્લોમા સર્ટિફિકેટ પણ નથી મળ્યું. તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે

Click on your DTH Provider to Add TV9 Gujarati