ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યોઃ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે, વિજયાદશમીએ સંધના સ્થાપના દિવસ નિમિત્તે કરેલા સંબોધનમાં કહ્યું કે ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યો છે. નાગપૂર સ્થિત સંધ મુખ્ય કાર્યાલયે દશેરા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે, ચીન ઉપરાંત, કોરોના, રામ મંદિર, સીએએ, રોજગાર, નવી શિક્ષણનિતી સહીતના વિવિધ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. […]

ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યોઃ મોહન ભાગવત
Bipin Prajapati

|

Oct 25, 2020 | 11:55 AM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે, વિજયાદશમીએ સંધના સ્થાપના દિવસ નિમિત્તે કરેલા સંબોધનમાં કહ્યું કે ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યો છે. નાગપૂર સ્થિત સંધ મુખ્ય કાર્યાલયે દશેરા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મોહન ભાગવતે, ચીન ઉપરાંત, કોરોના, રામ મંદિર, સીએએ, રોજગાર, નવી શિક્ષણનિતી સહીતના વિવિધ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

મોહન ભાગવતે ચીનના મુદ્દે, ભારતીય સૈન્ય અને સરકારની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, ચીનને પહેલીવાર જ ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યો છે. દુનિયાભરના દેશોએ જોયુ છે કે, ચીને ભારતીય વિસ્તારમાં પગપેસારો કર્યો છે. ચીનના વિસ્તારવાદથી સૌ કોઈ અવગત છે. તાઈવાન, વિયેતનામ, જાપાન, ભારત સાથે ચીન કોઈને કોઈ મુદ્દે લડત લડી રહ્યું છે. જેમાં ભારતે સૈન્ય અને સરકારે આપેલા પ્રતિભાવથી ચીન હેરાન પરેશાન છે. ભારતીય સૈન્ય જવાનોએ ચીન સરહદે ચીનના સૈન્ય સામે દર્શાવેલી વીરતા, સરકારે દાખવેલ સ્વાભિમાન અને ભારતીયોએ આર્થિક બાબતે દાખવેલ ધૈર્યથી ચીનને અકળામણ થઈ છે.

સીએએના વિરોધના મુદ્દે દેશમાં તણાવ સર્જવાનો પ્રયાસ થયો હતો. પરંતુ દેશમાં કોરોના સંક્રમણને કારણે સીએએની આડમાં દેશમાં તોફાનો કરાવવા માંગતા તત્વોની મનની મનમાં જ રહેવા પામી હતી. 2019માં બંધારણની કલમ 370 નાબુદ કરવામાં આવી. સુપ્રિમ કોર્ટે રામ મંદિર બાંધવા આપેલા ચૂકાદાનો દેશભરમાં સ્વીકાર કરાયો. અને રામ મંદિરનુ ભૂમિપુજન પણ કરાયુ.

કોરોનાના કારણે ભારતના અર્થતંત્રને ભારે નુકસાન થયુ. સરકારે કેટલાક આગોતરા પગલા લઈને કોરોનાથી પ્રજાનુ રક્ષણ કર્યું. સરકારે નક્કી કરેલા દિશાનિર્દેશનું પાલન કરીને પ્રજાએ પણ કોરોના સામે સાવધાની અને સાવચેતી દાખવી.

આ પણ વાંચોઃડુંગળીના ભાવ આસમાને પહોંચતા કિંમત નિયંત્રિત કરવા સરકારે ગોડાઉનના દરવાજા ખુલ્લા કર્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati