Kerala : પ્રથમ વખત કેરળની કઝાકુટમ સૈનિક શાળામાં ગર્લ કેડેટ્સની બેચ શરુ, પ્રથમ બેચમાં દસ છોકરીઓનો સમાવેશ

કઝાકુટમમાં સૈનિક શાળાની સ્થાપના બાદ ઇતિહાસમાં પ્રથમ વખત, ગર્લ કેડેટ્સની પ્રથમ બેચ શરુ કરવામાં આવી છે. આ માટે અખિલ ભારતીય સૈનિક શાળા દ્વારા પ્રવેશ પરીક્ષા (AISSEE 2021) લેવામાં આવી હતી.

Kerala : પ્રથમ વખત કેરળની કઝાકુટમ સૈનિક શાળામાં ગર્લ કેડેટ્સની બેચ શરુ, પ્રથમ બેચમાં દસ છોકરીઓનો સમાવેશ
Sainik School, Kazhakootam

Kerala :  કેરળની કઝાકુટમ સૈનિક સ્કૂલમાં આ બેચમાં કુલ દસ છોકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં કેરળની સાત, બિહારની બે અને ઉત્તરપ્રદેશની એક છોકરીનો સમાવેશ થાય છે.આ પ્રથમ ગર્લ કેડેટ્સની બેચને આવકારવા માટે સ્કૂલ ઓડિટોરિયમમાં (School auditorium)એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૈનિલ સ્કુલના પ્રિન્સિપાલ કર્નલ ધીરેન્દ્ર કુમારે કેડેટ્સને સંબોધિત કરીને પ્રથમ બેચને આવકારી હતી.

કઝાકુટમ સૈનિક સ્કૂલમાં પ્રથમ વખત ગર્લ્સ કેડેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો

સૈનિલ સ્કુલના પ્રિન્સિપાલ કર્નલ ધીરેન્દ્ર કુમારે (Dhirendra Kumar) કેડેટ્સને સંબોધિત કરી હતી. કર્નલ ધીરેન્દ્ર કુમારે ગર્લ્સ કેડેટ્સને સંબોધતા જણાવ્યુ હતુ કે, કેમ્પસમાં ગર્લ્સ કેડેટ્સને આવકારવા માટે છેલ્લા એક વર્ષથી શાળાનું માળખું નોંધપાત્ર રીતે અપગ્રેડ (Upgrade) કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વધુમાં જણાવ્યુ હતુ કે, ગર્લ કેડેટ્સની પ્રથમ બેચને સમાવવા માટે રિનોવેટેડ કામચલાઉ આવાસની કામગિરી પૂર્ણ થવાના આરે છે.

સશસ્ત્ર દળો અને મહિલા સશક્તિકરણને સમર્થન મળશે

તમને જણાવી દઈએ કે, સૈનિક શાળાઓમાં ગર્લ કેડેટ્સને પ્રવેશ માટે મિઝોરમમાં (Mizoram) સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2018-19માં સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોએ તેમની સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવાની પહેલ કરી હતી. સૈનિક શાળાઓમાં ગર્લ કેડેટ્સનો (Girl Cadets)સમાવેશ કરતા સશસ્ત્ર દળો અને મહિલા સશક્તિકરણને સમર્થન મળશે.

PM મોદીએ 75 માં સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 75 માં સ્વતંત્રતા દિવસે સંબોધન દરમિયાન જાહેરાત કરી હતી કે દેશની તમામ 33 સૈનિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ગર્લ કેડેટ્સના ( Girl cadets)પ્રવેશને સુનિશ્ચિત કરવામાં આવશે. આ મુજબ, દરેક સૈનિક શાળામાં દર વર્ષે પ્રવેશની કુલ બેઠકોમાંથી 10 ટકા બેઠકો છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.

 

આ પણ વાંચો: PM મોદી આજે બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, ‘અફઘાનિસ્તાન કટોકટી’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીતની સંભાવના

આ પણ વાંચો: Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

Click on your DTH Provider to Add TV9 Gujarati