જાણો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર નીલગીરીની પહાડીઓમાં ક્યાં અને કેવી રીતે ક્રેશ થયું ?

જનરલ બિપિન રાવત જે Mi-17V5 હેલિકોપ્ટર સાથે મુસાફરી કરી રહ્યા હતા તે વિશ્વનું સૌથી અદ્યતન ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. તેમાં 2 એન્જિન છે. સેના આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુશ્કેલ વિસ્તારો માટે કરે છે.

જાણો CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર નીલગીરીની પહાડીઓમાં ક્યાં અને કેવી રીતે ક્રેશ થયું ?
CDS Bipin Rawat's Helicopters Crash

CDS બિપિન રાવત(Bipin Rawat)નું હેલિકોપ્ટર નીલગીરીના આ જંગલો (Forests)માં ક્રેશ થયું હતું. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી તે હૃદયદ્રાવક છે. તસવીરોમાં હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash)નું દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરનો સંપૂર્ણ નાશ થયો હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

બુધવારે તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. બોર્ડમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને કેટલાક અન્ય સેના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. ક્રેશ થતાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ચાલો જાણીએ આ આર્મી હેલિકોપ્ટર ક્યાં અને કેવી રીતે ક્રેશ થયું.

CDS બિપિન રાવત ક્યાં જતા હતા?

તમિલનાડુમાં ઉટીના વેલિંગ્ટનમાં ડિફેન્સ સ્ટાફ કોલેજ  છે, જ્યાં CDS બિપિન રાવતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બિપિન રાવત પ્રવચન આપવાના હતા. CDS રાવત, આર્મીનું Mi-17V5 હેલિકોપ્ટર કોઈમ્બતુરના સુલુર એરબેઝથી વેલિંગ્ટન તરફ જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સીડીએસ અને તેમની પત્ની ઉપરાંત બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ પણ સાથે હતા. આ સાથે 2 પાયલટ અને અન્ય લોકો પણ સવાર હતા.

હેલિકોપ્ટર ક્યાં ક્રેશ થયું?

અહેવાલો અનુસાર, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જતી વખતે કુન્નૂરમાં ક્રેશ થયું હતું. નીલગીરી પર્વતો તમિલનાડુના કુન્નુરથી શરૂ થાય છે. આ વિસ્તાર ટી એસ્ટેટ તરીકે પણ ઓળખાય છે. CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર નીલગીરીના આ જંગલોમાં ક્રેશ થયું હતું.

કેવી રીતે થયો અકસ્માત?

ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે તેની પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જનરલ બિપિન રાવત જે Mi-17V5 હેલિકોપ્ટરથી જઈ રહ્યા હતા તે VVIP હેલિકોપ્ટર છે, તેમાં 2 એન્જિન છે. સેના આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુશ્કેલ વિસ્તારો માટે કરે છે. તે વિશ્વનું સૌથી અદ્યતન પરિવહન હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ સૈન્ય અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, પેટ્રોલિંગ અને શોધ-અને-બચાવ મિશનમાં થાય છે.

આ પણ વાંચોઃ RAJKOT : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરે ગુજરાત આવશે, સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

આ પણ વાંચોઃ ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati