નાણાં મંત્રીએ આપ્યો મમતા બેનર્જીને જવાબ, કોવિડ રાહત વસ્તુઓ પર 3 મે થી કસ્ટમ ડયુટી હટાવી લેવાઈ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કોરોનાની જંગમાં ઉપયોગમાં લેવાતા ઑક્સીજન ટેન્ક અને કોરોનાની દવા પર ટેક્સ માફીની માંગ કરી હતી. જો કે આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાસીતારમણે તેનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે સરકારે કોવિડ -19 રાહત માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી 3 મેના રોજ જ મુક્તિ આપી છે.

નાણાં મંત્રીએ આપ્યો મમતા બેનર્જીને જવાબ, કોવિડ રાહત વસ્તુઓ પર 3 મે થી કસ્ટમ ડયુટી હટાવી લેવાઈ
નાણાં મંત્રીએ આપ્યો મમતા બેનર્જીને જવાબ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કોરોનાની જંગમાં ઉપયોગમાં લેવાતા ઑક્સીજન ટેન્ક અને કોરોનાની દવા પર ટેક્સ માફીની માંગ કરી હતી. જો કે આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman એ  તેનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે સરકારે કોવિડ -19 રાહત માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી 3 મેના રોજ જ મુક્તિ આપી છે.

નાણાં પ્રધાન Nirmala Sitharaman એ  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની કોરોના જંગ સામે ઉપયોગમાં લેવાતા ઉપકરણો અને દવાઓ પરના તમામ કર અને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની માંગ અંગે પ્રતિક્રિયા આપી છે. નાણાં પ્રધાને મમતા બેનર્જીના જવાબમાં કહ્યું કે સરકારે કોવિડ -19 રાહત માટે ઉપયોગમાં લેવાતા માલની સૂચિ 3 મેના રોજ જ જાહેર કરી હતી. જેને આયાત પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું કે મમતા બેનર્જી તેમની સૂચિ ચકાસી શકે છે જેમાં આ વસ્તુઓને આવરી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને  કહ્યું કે “સંસ્થાઓ, વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓ ” દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને સિલિંડરોથી લઇને ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કો અને કોવિડ -19 દવાઓ સુધીની સહાય આપવામાં આવી હતી. તેમણે કેન્દ્રને વિનંતી કરી કે આવી વસ્તુઓને જીએસટી અને કસ્ટમ ડ્યુટીથી મુક્ત કરો જેથી ખાનગી સહાયને પ્રોત્સાહન મળી શકે.

સીએમ બેનર્જીએ તેમના પત્રમાં લખ્યું છે કે , ઘણા દાતાઓ અને એજન્સીઓએ આ વસ્તુઓની ડ્યુટી અથવા એસજીએસટી અથવા સીજીએસટી અથવા આઈજીએસટી મુક્તિ માટે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે. કેમ કે કર માળખું કેન્દ્રના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, હું વિનંતી કરીશ. પુરવઠાની અડચણોને દૂર કરવામાં મદદ માટે આ ચીજોને જીએસટી, કસ્ટમ્સ અને અન્ય કરમાંથી મુક્તિ આપવામાં આવે.

પશ્ચિમ બંગાળમાં બુધવારે ત્રીજી વાર સીએમ પદના શપથ લીધા બાદ મમતા બેનર્જીએ રાજ્યમાં કોવિડ કટોકટી અંગે પીએમ મોદીને આ ત્રીજો પત્ર લખ્યો છે. શુક્રવારે, તેમણે સંભવિત ઓક્સિજન સપ્લાય સંકટને લઇને એક પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માંગ પહેલાથી જ દિવસ દીઠ 470 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે અને સાતથી આઠ દિવસમાં 550 એમટી થવાની ધારણા છે. જેની માટે  કેન્દ્ર સરકારે તેની ફાળવણી કરવાની જરૂર છે.