‘સંભાલો મુજકો ઓ મેરે યારો’ અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારૂક અબ્દુલ્લા મન મુકીને ઝૂમ્યા, જુઓ વિડીયો

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહની પૌત્રી શહરિંદર કૌરના લગ્ન રવિવારે ચંડીગઢના એક ફાર્મ હાઉસમાં થયા. ત્યાં ફરીથી ફારુક અબ્દુલ્લા મન મુકીને ઝૂમ્યા હતા. આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

'સંભાલો મુજકો ઓ મેરે યારો' અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારૂક અબ્દુલ્લા મન મુકીને ઝૂમ્યા, જુઓ વિડીયો
ફારુક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પૌત્રીના લગ્નમાં ફારુક અબ્દુલ્લાએ જોરદાર ડાન્સ કર્યો. બોલિવૂડના પ્રખ્યાત ગીતના ટાલ પર ટાલ મિલાવ્યો. ગીત હતું ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જુબાન પર’ અને ફારુક અબ્દુલ્લાના પગ થરકી રહ્યા હતા. ડાન્સનો આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

ફારૂક અબ્દુલ્લા સાથે સાથે કેપ્ટન અમરિંદર સિંહને ડાન્સ કરવા બોલાવે છે. અમરિંદર ફારૂક અબ્દુલ્લાની સાથે તાળીઓ પાડી ને ઝૂમતા જોવા મળે છે. ફારૂક અબ્દુલ્લા 83 વર્ષની ઉંમરે પણ જે રીતે ઘણીવાર નાચતા અને ગાતા જોવા મળે છે તેનાથી લોકો પણ પ્રભાવિત છે. આ ઉંમરે ડાંસ માટેનો આ લગાવ ભાગ્યે જ જોવા મળે છે.

 

 

કોંગ્રેસ નેતા સરલ પટેલે આ ટ્વિટ કર્યું હતું, “કેપ્ટન અમરિંદર સિંહ અને ફારૂક અબ્દુલ્લાના આ વીડિયોથી સાબિત થાય છે કે ઉંમર માત્ર આંકડો છે.” અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે, “ફારુક અબ્દુલ્લા કેપ્ટન અમરિંદર સિંહ પૌત્રીના લગ્નમાં ડાંસ કરે છે. આવી એનર્જી 83 વર્ષની વયે અને ઘણી મોટી સર્જરી બાદ પણ આ એનર્જી પ્રશંસાને પાત્ર છે. “અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું,” રાજકારણ તેની જગ્યાએ છે. બોલિવૂડ ગીતો પર કેપ્ટન અમરિંદર સિંહ અને ફારૂક અબ્દુલ્લાનો ડાંસ આ ઉંમરે ખરેખર જીવનથી ભરેલો છે. ”

પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહના પુત્ર રનિંદર સિંહની પુત્રી શહરિંદર કૌરના લગ્ન રવિવારે ચંડીગઢના એક ફાર્મ હાઉસમાં થયા. લગ્ન દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ આદિત્ય નારંગ સાથે થયા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati