ટ્રેક્ટર રેલી: લાલ કિલ્લામાં CISF જવાન પર તલવાર ચલાવનારા આરોપીની ધરપકડ

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લાની અંદર CISFના જવાનને તલવાર મારનારા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરેલા આરોપીનું નામ અકાશપ્રીત છે.

ટ્રેક્ટર રેલી: લાલ કિલ્લામાં CISF જવાન પર તલવાર ચલાવનારા આરોપીની ધરપકડ

26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લાની અંદર CISFના જવાનને તલવાર મારનારા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરેલા આરોપીનું નામ અકાશપ્રીત છે. જે પંજાબમાં રહે છે. પ્રજાસત્તાક દિવસના દિવસે ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા દરમિયાન 394 સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. લાલ કિલ્લાની અંદર પણ પ્રદર્શનકારીઓએ હિંસા કરી હતી.

દિલ્હી પોલીસના PRO ઈશ સિંઘલે કહ્યું કે ખેડૂતો આંદોલનથી જોડાયેલા મુદ્દે દિલ્હી પોલીસે 44 FIR દાખલ કરી છે અને 122 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમને કહ્યું કે ‘અમે પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે, જ્યાં જઈ કોઈપણ જોઈ શકે છે’ પોલીસે કોઈપણ વ્યક્તિને અયોગ્ય રીતે કસ્ટડીમાં લીધા નથી. હું લોકોને અપીલ કરૂ છું કે તે અફવાઓ પર ધ્યાન ના આપે.’

આ પણ વાંચો: Budgetના દિલમાં ગામ અને ખેડૂત, આત્મ નિર્ભર ભારત મિશનને મળશે મજબૂતી: પીએમ મોદી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati