21 જાન્યુઆરીએ ખેડૂતોને મળશે સુપ્રીમ કોર્ટની કમિટી, કહ્યું-દરેકનો પક્ષ જાણીને પછી સોંપીશુ રિપોર્ટ

કૃષિ કાયદાના મુદ્દાને સુલઝાવવા મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા બનાવાયેલી કમિટીની મંગળવારે બેઠક થઈ હતી. ત્રણ સભ્યોવાળી કમિટી હવે 21 જાન્યુઆરીએ ખેડૂતોના અલગ અલગ સંગઠનો સાથે મુલાકાત કરશે.

21 જાન્યુઆરીએ ખેડૂતોને મળશે સુપ્રીમ કોર્ટની કમિટી, કહ્યું-દરેકનો પક્ષ જાણીને પછી સોંપીશુ રિપોર્ટ

કૃષિ કાયદાના મુદ્દાને સુલઝાવવા મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા બનાવાયેલી કમિટીની મંગળવારે બેઠક થઈ હતી. ત્રણ સભ્યોવાળી કમિટી હવે 21 જાન્યુઆરીએ ખેડૂતોના અલગ અલગ સંગઠનો સાથે મુલાકાત કરશે. મંગળવારે કમિટીએ તેની પહેલી બેઠક કરી હતી. જેમાં આગળની રણનીતિને લઈને મંથન કર્યુ હતું. કમિટી સદસ્યોનું કહેવું છે કે ‘તેઓ દરેક પક્ષની વાત સાંભળશે. જેઓ કાયદાની વિરૂદ્ધમાં છે, પક્ષમાં છે તે તમામની વાત સાંભળવામાં આવશે’. કમિટિના સદસ્ય અનિલ ધનવંતે કહ્યું હતું કે ‘આજે અમે સૌ પહેલીવાર મળી રહ્યાં છીએ. કમિટીએ નક્કી કરી લીધું છે કે ક્યાં આધાર પર આગળ વધવાનું છે. અમે દરેક પક્ષને સાંભળીશું અને પછી છેલ્લે સર્વોચ્ચ અદાલતને રિપોર્ટ સોંપીશું’.

અનિલ ધનવંતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે જવાબદારી અપાઈ છે તેને નિભાવીશું. અગર જો ખેડૂતો બેઠકમાં નથી આવતા તો અમે તેમને મનાવવાની કોશીષ કરીશું. સાથે જ રાજ્યોનો પક્ષ પણ લઈશું. અનિલ ધનવંતે કહ્યું કે ‘અમે પુરી રીતે આ કાયદાના પક્ષમાં નહોતા. પણ, જો 70 વર્ષ પછી આવા કાયદા બન્યા છે અને તે પરત જતા રહેશે તો પછી આગળ લાંબો સમય લાગી શકે છે’. ખેડૂતોના હિતમાં જે કંઇપણ હશે તેને કમિટી આગળ વધારશે.

 

કમિટિના બીજા સદસ્ય પ્રમોદ જોશીએ કહ્યું કે ‘અમે નવા-જુન તમામ યુનિયન સાથે વાત કરી રહ્યાં છીએ. સાથે જ વેબસાઈટ પણ બનાવવામાં આવી રહી છે. જેથી અગર કોઈને ઓનલાઈન રીતે તેમનો મત આપવો હોય તો આપી શકે’. પ્રમોદ જોશી બોલ્યા કે અમે 2 મહિનામાં અમારો રિપોર્ટ અદાલતને સોંપી દઈશું. અમારી મુલાકાત કિસાન સંગઠનો, કેન્દ્ર સરકારના પ્રતિનિધીઓ અને મંડી સિસ્ટમથી જોડાયેલા લોકો સાથે થશે.

 

આ પણ વાંચો: IIT Delhiએ બનાવ્યું સ્માર્ટ ચાર્જીગ સ્ટેશન, દરેક પ્રકારના પોર્ટેબલ ડિવાઈસને કરશે ચાર્જ

Click on your DTH Provider to Add TV9 Gujarati