Farmer Protest: 27 સપ્ટેમ્બરે ખેડૂતોનું ભારત બંધ, સમર્થન મેળવવા ગુરુગ્રામમાં કાઢશે મશાલ રેલી

Farmer Protest: 27 સપ્ટેમ્બરે ખેડૂતોનું ભારત બંધ, સમર્થન મેળવવા ગુરુગ્રામમાં કાઢશે મશાલ રેલી
Farmer Protest

Farmer Protest: કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંકયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ 27 સપ્ટેમ્બરના ભારત બંધ માટે સમર્થન એકત્ર કરવા માટે, શનિવારે હરિયાણાના ગુરુગ્રામમાં મશાલ રેલી (Mashal Rally) નું આયોજન કરવાની તૈયારીઓ છે. અહેવાલો અનુસાર, મશાલ રેલી શહેરના સદર બજાર વિસ્તારથી સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સોહના રોડ પર સમાપ્ત થશે. રેલીમાં ભાગ લેનારા ખેડૂતો મશાલ સાથે કૂચ કરશે અને નાગરિકોને નવા કૃષિ કાયદાઓ તેમના માટે કેવી રીતે જોખમી છે તે અંગે તેમના વિરોધ સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરશે.

ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે રેલી માં 200 થી વધુ લોકો હોઈ શકે છે. એક સભ્યએ કહ્યું હતું કે કિસાન અનાજ દાતા છે અને તે જરૂરી છે કે લોકો વિવાદસ્પદ કૃષિ કાયદાને લઈને તેમની સાથે શામેલ થાય.

આ ખેડૂતોની માંગ
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે ગયા વર્ષે 26 નવેમ્બરથી દેશભરના ખેડૂતો અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે અને તેમને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદાકીય ગેરંટી આપવામાં આવે. જો કે, સરકારે સતત કહ્યું છે કે નવા કાયદા ખેડૂત તરફી છે. SKM અને ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી છે. પરંતુ ત્યાં કોઈ વાસ્તવિક સફળતા મળી નથી અને પ્રશ્નો હજુ પણ વણ ઉકાયેલા છે.

27 સપ્ટેમ્બરે ભારત બંધ
ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓનો વ્યાપક વિરોધ કરવા માટે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. દેશની જનતાને તેમજ રાજકીય પક્ષોને લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતોનું રક્ષણ કરવા ખેડૂતોની સાથે ઉભા રહેવાનું કહેતા SKM એ કહ્યું કે ખેડૂત વિરોધી મોદી સરકાર સામે ભારત બંધ મનાવવામાં આવી રહ્યો છે. તેમના ઐતિહાસિક સંઘર્ષને 10 મહિના પૂરા થયા છે.

ભારત બંધ સોમવારે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. આ દરમિયાન, તમામ સરકારી અને ખાનગી કચેરીઓ, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ, દુકાનો, ઉદ્યોગો અને વ્યાપારી સંસ્થાઓ તેમજ જાહેર કાર્યક્રમો સમગ્ર દેશમાં બંધ રહેશે. તે જ સમયે, હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રાહત અને બચાવ કામગીરી સહિત તમામ કટોકટી સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે.

આ પણ વાંચો: Viral Video: સાવધાન ! કમજોર દિલના લોકો ન જુએ આ વીડિયો, સાંપોના ઝૂંડ વચ્ચે ઉભેલા આ વ્યક્તિને જોઇને લાગી શકે છે ડર

આ પણ વાંચો: Viral Video : ‘હું શાળાએ જવા માંગુ છુ’ અફઘાન બાળકીનું શક્તિશાળી ભાષણ થયુ વાયરલ, જુઓ વીડિયો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati