પંજાબમાં ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડ્યો, શતાબ્દી સહિતની 8 ટ્રેન રદ, 24 ટ્રેનને ડાયવર્ટ કરાઈ

TV9 WebDesk8

TV9 WebDesk8 |

Updated on: Mar 05, 2019 | 4:43 PM

પંજાબમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે અને તેને લઈને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમૃતસરથી દિલ્હી જનારી 8 ટ્રેનોને હાલ રદ કરી દેવાઈ છે. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પંજાબના ખેડૂતોએ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. આ આંદોલનમાં 4 માર્ચના રોજ ઘણીબધી ટ્રેનોને રોકવામાં આવી રહી છે. ખેડૂતો દેવામાફી, ભૂમિની હરાજી […]

પંજાબમાં ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડ્યો, શતાબ્દી સહિતની 8 ટ્રેન રદ, 24 ટ્રેનને ડાયવર્ટ કરાઈ

પંજાબમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે અને તેને લઈને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમૃતસરથી દિલ્હી જનારી 8 ટ્રેનોને હાલ રદ કરી દેવાઈ છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પંજાબના ખેડૂતોએ પોતાની માગોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. આ આંદોલનમાં 4 માર્ચના રોજ ઘણીબધી ટ્રેનોને રોકવામાં આવી રહી છે. ખેડૂતો દેવામાફી, ભૂમિની હરાજી રોકવી, ખેડૂતોની ધરપકડ અને 15 ટકા વ્યાજ સાથે શેરડીના પાકની રકમ ચૂકવવામાં આવે તેની માગણી કરી રહ્યાં છે. આ આંદોલન અમૃતસરથી 22 કિમી દૂર દેવીદાસપુરા ખાતે કરવામાં આવી રહ્યું છે.

સતનામસિંહ પન્નુના નેતૃત્વ હેઠળ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સતનામસિંહ કહે છે કે ખેડૂતો પોતાનું દેવુ ન ચૂકવી શકે તો તેને નાણાકીય સંસ્થાઓ દ્વારા અપમાનિત કરવામાં આવી રહ્યાં છે અને વધુમાં ખેડૂતોના પાકને યોગ્ય ભાવ બજારોમાં મળી રહ્યા નથી. આ આંદોલનને લઈને શતાબ્દી સહિતની 8 ટ્રેનને રદ્દ કરી દેવામાં આવી છે અને 24 ટ્રેનને અલગ રુટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati