નકલી યુનિફોર્મ અને આઈડી કાર્ડ સાથે નકલી આર્મી લેફ્ટનન્ટની ધરપકડ, ટાસ્ક ફોર્સે લેપટોપમાંથી મહત્વના દસ્તાવેજો કર્યા જપ્ત

ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને મોટી સફળતા મળી છે. ટાસ્ક ફોર્સે સચિન અવસ્થી નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે સેનાનો લેફ્ટનન્ટ હોવાનો દાવો કરે છે.

નકલી યુનિફોર્મ અને આઈડી કાર્ડ સાથે નકલી આર્મી લેફ્ટનન્ટની ધરપકડ, ટાસ્ક ફોર્સે લેપટોપમાંથી મહત્વના દસ્તાવેજો કર્યા જપ્ત
Fake army lieutenant arrested with fake uniform and ID card

ઉત્તરાખંડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને (Uttarakhand Task Force) મોટી સફળતા મળી છે. ટાસ્ક ફોર્સે સચિન અવસ્થી નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે સેનાનો લેફ્ટનન્ટ હોવાનો (Fake Army Lieutenant Arrest) દાવો કરે છે. મળતા અહેવાલ અનુસાર નકલી લેફ્ટનન્ટ સંવેદનશીલ વિસ્તારોમાં નકલી સ્ટાર યુનિફોર્મ પહેરીને નકલી આઈ-કાર્ડ લઈને ફરતો હતો. ટાસ્ક ફોર્સને સમાચાર મળ્યા હતા કે, લેફ્ટનન્ટ હોવાનો દાવો કરનાર વ્યક્તિ દહેરાદૂન અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ફરતો હતો. ત્યાં પહોંચ્યા બાદ ટાસ્ક ફોર્સે બનાવટી લેફ્ટનન્ટ સચિન અવસ્થીની ધરપકડ કરી હતી.

ઉત્તરાખંડ ટાસ્ક ફોર્સે સચિન અવસ્થીને ગુપ્ત જગ્યાએ લઈ જઈને કડક પૂછપરછ કરી હતી. જે બાદ જાણવા મળ્યું કે, લેફ્ટનન્ટ તરીકે તે લોકોને નોકરીના લેટરો આપતો હતો (Fake Job Appointment Letter). આ માટે તે તેમની પાસેથી મોટી રકમ ઉઘરાવી લેતો હતો. તપાસમાં આરોપી સચિનના ઘરમાંથી એક લેપટોપ મળી આવ્યું છે.

તેમાં નકલી નોકરીઓને લગતા દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે તેના ઘરેથી નકલી ગણવેશ અને નકલી આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે. એસટીએફ તેની કડક પૂછપરછ કરી રહી છે. આ સાથે તેની સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સેનાના નકલી લેફ્ટનન્ટની કરાઈ ધરપકડ

નકલી લેફ્ટનન્ટની ધરપકડ બાદ ચકચાર મચી છે. ટાસ્ક ફોર્સ સતત તેની પૂછપરછ કરી રહી છે. ખરેખર, તે દેશ વિરુદ્ધ કોઈ ગુનાહિત કાવતરું ઘડી રહ્યો હતો કે કેમ તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અથવા તે કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી લીક કરી રહ્યો હતો કે કેમ. હવે તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. તે નૌકરીના નામે પૈસા પડાવવા લોકોને નકલી નિમણૂક પત્રો આપતો હતો.

નકલી લેફ્ટનન્ટ દહેરાદૂન અને તેની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ફરતો હતો. આ સમાચાર બાદ ટાસ્ક ફોર્સની શંકા વધુ વધી ગઈ છે. તેની પૂછપરછ કરીને તેની પાસેથી તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટાસ્ક ફોર્સે તેને ગુપ્ત જગ્યાએ રાખ્યો છે. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Breaking News: મુંબઈના બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના ઘરે-ઓફિસ પર NCB ના દરોડા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati