ભારતીય સેનાનું મનોબળ વધારતા National War Memorialમાં શું છે ખાસ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે દેશને સમર્પિત

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટથી થોડા જ અંતરે આવેલા નેશનલ વૉર મેમોરિયલ દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન એક વૉર મેમોરિયલનું વચન આપ્યું હતું. તેના ઉદ્ઘાટનની સાથે સેના, વાયુસેના અને નૌસેનાના સૈનિકોને આપેલું વચન તેઓ પાળશે. ભારતમાં આવું સૌપ્રથમ વૉર મેમોિયલ છે જ્યાં આઝાદી બાદના દરેક યુદ્ધના શહીદોના […]

ભારતીય સેનાનું મનોબળ વધારતા National War Memorialમાં શું છે ખાસ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે દેશને સમર્પિત
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 4:28 AM

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટથી થોડા જ અંતરે આવેલા નેશનલ વૉર મેમોરિયલ દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન એક વૉર મેમોરિયલનું વચન આપ્યું હતું.

તેના ઉદ્ઘાટનની સાથે સેના, વાયુસેના અને નૌસેનાના સૈનિકોને આપેલું વચન તેઓ પાળશે. ભારતમાં આવું સૌપ્રથમ વૉર મેમોિયલ છે જ્યાં આઝાદી બાદના દરેક યુદ્ધના શહીદોના નામ વાંચવા મળશે. અત્યાર સુધી દેશમાં આ પ્રકારનું વૉર મેમોરિયલ ન હતું. તો જાણો, આ વૉર મેમોરિયલની ખાસિયતો શું છે.

25,942 સૈનિકોની યાદમાં બન્યું

આ વૉર મેમોરિયલને 25,942 સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયા ગેટ નજીક બનાવાયેલું આ વૉર મેમોરિયલ પર યુદ્ધ કે ખાસ ઓપરેશનમાં શહીદ થયેલા સૈનિકોના નામ નોંધાયેલા છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ યુદ્ધની વાત કરીએ તો,

1947-48માં ગોઆ ક્રાંતિ

1962માં ચીન સાથે થયેલું યુદ્ધ

1965 અને 1971માં પાકિસ્તાન સાથે થયેલું યુદ્ધ

1987માં સિયાચિન પર ચાલેલો સંઘર્ષ

1987-88માં શ્રીલંકામાં શ્રીલંકામાં ચાલેલું ઓપરેશન પવન

1999માં કારગિલ યુદ્ધના શહીદોના નામ નોંધાયેલા છે.

આ ઉપરાંત, અન્ય કેટલાક ઓપરેશન્સ જેવા ઓપરેશન રક્ષક વિશે પણ જાણકારીઓ અને તેમાં શહીદ થયેલા સૈનિકોના નામ નોંધાયેલા છે.

આશરે 500 કરોડના ખર્ચે થયું તૈયાર

આ મેમોરિયલને તૈયાર કરવામાં આશરે 500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નેશનલ વૉર મેમોરિયલ પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી દરમિયાન આપેલું એક મહત્ત્વનું વચન હતું. હવે તે તૈયાર થઈ ચૂક્યું છે અને ભારતીય સૈમિરોના સન્માનમાં બન્યું છે જેમણે દેશની આઝાદી બાદ થયેલા યુદ્ધમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

નેશનલ વૉર મેમોરિયલ ઈન્ડિયા ગેટના સી-હેક્સાગૉનમાં છે. આ વૉર મેમોરિયલ 40 એકરમાં બન્યું છે અને અહીં એક વૉર મ્યૂઝિયમ પણ છે. વૉર મેમોરિયલની ચારેય તરફ અમર, વીર, ત્યાગ અને રક્ષણના નામે સર્કલ્સ પણ બનેલા છે. અહીં પરમવીર ચક્ર વિજેતાઓના બસ્ટ પણ લાગેલા છે.

મોદી સરકારે 4 વર્ષ પહેલા નિર્માણની મંજૂરી આપી હતી. બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1931માં ઈન્ડિયા ગેટનું નિર્માણ થયું જેને પહેલા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં બનાવાયો હતો.

ત્યારબાદ વર્ષ 1971ના યુદ્ધમાં શહીદ થયેલા 3843 સૈનિકોના સન્માનમાં અમર જવાન જ્યોતિ અહીં આવી જે હજી પણ પ્રજવલ્લિત છે.

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષથી ગણતંત્ર દિવસના તમામ કાર્યક્રમો આ વૉર મેમોરિયલ પર જ થશે. અહીં એન્ટ્રી સંપૂર્ણપણે ફ્રી છે.

[yop_poll id=1775]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">