“પછાત જિલ્લાઓ પણ વિકાસના રસ્તે”, વિવિધ જિલ્લા અધિકારીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદ

આ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, અનેક જિલ્લાઓમાં કુપોષણ દરમાં ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે.ઉપરાંત કેટલાક પછાત જિલ્લાઓ પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા છે.

પછાત જિલ્લાઓ પણ વિકાસના રસ્તે, વિવિધ જિલ્લા અધિકારીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદ
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)આજે વીડિયો કોન્ફરસ (video conferencing)દ્વારા વિવિધ જિલ્લાના ડીએમ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યુ કે, અનેક જિલ્લામાં કુપોષણનો દર ઘટ્યો છે. તેમજ પછાત વિસ્તારો પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા છે.

અનેક જિલ્લાઓમાં કુપોષણનો દર ઘટ્યો

આ સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, અનેક જિલ્લાઓમાં કુપોષણ દરમાં કેટલાક સમયથી ક્રમશ ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત પછાત જિલ્લાઓ પણ હવે વિકાસના માર્ગ આગળ વધી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.

મહત્વાકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરી રહ્યા છે

વધુમાં તેમણે કહ્યુ કે, આજે મહત્વાકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરી રહ્યા છે. તમારા બધાના પ્રયાસોથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ મડાગાંઠને બદલે દોડવીર બની રહ્યા છે. જીવનમાં લોકો તેમની આકાંક્ષાઓ માટે દિવસ-રાત મહેનત કરે છે અને અમુક હદ સુધી તેને પૂર્ણ કરે છે. દેશને મહત્વાકાંક્ષી જિલ્લામાં જે સફળતા મળી રહી છે તેનું એક મોટું કારણ કન્વર્જન્સ છે.

મહત્વાકાંક્ષી જિલ્લાઓએ અદ્ભુત કામ કર્યું

PMએ કહ્યુ, ‘એક તરફ યોજનાઓ બનતી રહી, આર્થિક વિકાસ પણ આંકડાઓમાં થતો રહ્યો, પરંતુ આઝાદીના 75 વર્ષ પછી પણ દેશના ઘણા જિલ્લા પાછળ રહી ગયા છે. જે જિલ્લાઓ એક સમયે ઝડપી પ્રગતિ કરી રહ્યા હોવાનું માનવામાં આવતુ હતુ, આજે આ મહત્વાકાંક્ષી જિલ્લાઓ પણ ઘણા માપદંડોમાં સારી કામગીરી દર્શાવે છે. મુખ્યમંત્રીઓ પણ માને છે કે તેમના રાજ્યોમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓએ અદ્ભુત કામ કર્યું છે.

વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો

આ દરમિયાન વડા પ્રધાન મોદીએ જિલ્લાઓમાં સરકારી યોજનાઓ (government schemes) અને કાર્યક્રમોના અમલીકરણની પ્રગતિ અને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે દેશભરમાં વૃદ્ધિ અને વિકાસની અસમાનતાને દૂર કરવા માટે સતત અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ તમામ નાગરિકોના જીવનધોરણને ઉંચુ લાવવા અને તમામ માટે સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Jammu Kashmir: અમિત શાહ આજે 20 જિલ્લાઓનો ‘ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ’ કરશે જાહેર

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">