અમેરિકા જવા માટેના H-1B વિઝા પ્રતિબંધ સમાપ્ત,સમજો ભારત માટે શું છે તેનું મહત્વ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  લાદવામાં આવેલો  H1B-Visa પરનો પ્રતિબંધ 31 માર્ચ 2021 ના રોજ પૂર્ણ થયો છે. જેમાં અમેરીકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા વર્ષે યુએસમાં કોરોના અને લોકડાઉન દરમિયાન H1B-Visa સહિતના સ્થળાંતર વિનાના અને અસ્થાયી વિઝાની નવી અરજી પર પ્રતિબંધ મૂક્યો હતો.

  • tv9 webdesk33
  • Published On - 18:46 PM, 2 Apr 2021
અમેરિકા જવા માટેના H-1B  વિઝા પ્રતિબંધ સમાપ્ત,સમજો ભારત માટે શું છે તેનું મહત્વ
H-1B વિઝા પ્રતિબંધ સમાપ્ત

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  લાદવામાં આવેલો  H1B-Visa પરનો પ્રતિબંધ 31 માર્ચ 2021 ના રોજ પૂર્ણ થયો છે. જેમાં અમેરીકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા વર્ષે યુએસમાં કોરોના અને લોકડાઉન દરમિયાન H1B-Visa સહિતના સ્થળાંતર વિનાના અને અસ્થાયી વિઝાની નવી અરજી પર પ્રતિબંધ મૂક્યો હતો. પ્રથમ વિઝા પ્રતિબંધ ઓગસ્ટ 2020 સુધી સૂચિત કરવામાં આવ્યો હતો. જે પછી ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. છેવટે આ સૂચનાને વધુ એક વખત 31 માર્ચ 2021 સુધી વધારવામાં આવ્યો હતો.

આ પછી, દરેકની નજર નવા રાષ્ટ્રપતિ પર હતી જો બિડેન પર હતી. શું તે આ પ્રતિબંધને વધારશે અથવા તેને સમાપ્ત થવા દેશે ? ગઈ કાલે 1 એપ્રિલે,જો બીડેન આ પ્રતિબંધની સમય મર્યાદા સમાપ્ત થવા દીધી છે. એટલે કે હવે H1B-Visa  પર કોઈ પ્રતિબંધ રહ્યાં નથી.

ટ્રમ્પે કેમ પ્રતિબંધ મુક્યો હતો.

H1B-Visa  સહિતના અસ્થાયી સ્થળાંતર વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે આનાથી અમેરિકન લોકો માટે નોકરી મળશે કે જે કોરોનાને લીધે બેકાર બની ગયા. જ્યારે દેશ કટોકટીમાં છે ત્યારે દેશવાસીઓની આંખો બંધ કરી શકાતી નથી અને અમેરિકન નાગરિકોને બાહ્ય નાગરિકોની જગ્યાએ મદદ કરવી પડશે. અમે કોરોનાને લીધે અમેરિકા પહેલેથી જ મુશ્કેલીમાં છે ત્યારે પણ અમે બહારથી મોટી સંખ્યામાં લોકોને અમેરિકા પ્રવેશવાની મંજૂરી આપી શકતા નથી.

H-1B વિઝા શું છે –

એલ -1 અને એચ -2 બી વિઝા સહિતના તમામ અસ્થાયી બિન-સ્થળાંતરિક વિઝામાંથી, H-1B વિઝાની ડિમાન્ડ હંમેશા વધારે રહે છે. આ યુ.એસ.માં કામ કરતા વિદેશી કર્મચારીઓને આપવામાં આવે છે. આ વિઝા અમેરિકન કંપનીઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશીઓની નોકરી લેવાની મંજૂરી આપે છે. દર વર્ષે હજારો કર્મચારીઓની નિમણૂક અમેરિકન ટેકનોલોજી કંપનીઓની માંગ પર આધારિત છે. જેમાં મુખ્યત્વે ભારત અને ચીન જેવા દેશોમાંથી લોકો મોટી સંખ્યામાં H-1B વિઝા મેળવે છે.

H-1B કંપનીમાં કામ કરવા માટે મહત્તમ અવધિ 3 વર્ષ છે, પરંતુ કર્મચારીઓ તેમની કંપનીઓને યુ.એસ.માં લાંબા સમય સુધી રહેવા બદલતા હોય છે.

ભારત માટે તેનો અર્થ શું છે –

યુએસ સરકાર દર વર્ષે વધુમાં વધુ 85 હજાર એચ -1 બી વિઝા આપવામાં આવે છે. તેમાંથી 65 હજાર વિઝા ખાસ લાયક વિદેશી કર્મચારીઓને આપવામાં આવે છે અને બાકીના 20 હજાર એવા કર્મચારીઓને આપવામાં આવે છે જેમણે અમેરિકન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે.

ભારતીય આઈટી કંપનીઓ યુએસ એચ -1 બીના સૌથી વધુ લાભાર્થીઓમાં સામેલ છે અને 1990 થી દર વર્ષે ઇસ્યુ કરવામાં આવતા એચ -1 બી વિઝા માટે અરજદારોમાં ભારતીયોની ભાગીદારી વધી રહી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીય કંપનીઓની એલ -1 અને એચ -1 બી જેવા વિદેશી વિઝા પરના કામ પર નિર્ભરતા ઓછી થઈ છે. તેમ છતાં, આ વિઝા ભારતીયોમાં એકદમ લોકપ્રિય છે.

31 માર્ચે આ હુકમ અમલી બન્યાની સાથે જ H-1B વિઝા ધારકો કે જેમની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો તે હવે યુ.એસ.માં ફરીને ત્યાં કામ શરૂ કરી શકશે. પરિણામે હવે આઇટી કંપનીઓ માટે કર્મચારીઓની વધતી સંખ્યા ઉપલબ્ધ થશે. યુએસની તમામ મોટી આઇટી કંપનીઓના પ્રતિનિધિઓએ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.