છઠ્ઠા ચરણમાં દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર યોજાશે મતદાન, જાણો કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત EVM મશિનમાં થશે બંધ

છઠ્ઠા ચરણમાં દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર યોજાશે મતદાન, જાણો કયા દિગ્ગજ નેતાઓની કિસ્મત EVM મશિનમાં થશે બંધ

12 મેના રોજ 59 બેઠક માટે સવારથી શરૂ થશે મતદાન, કુલ 10.17 કરોડ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ 59 બેઠક માટે સવારથી શરૂ થશે, જેમાં કુલ 10.17 કરોડ મતદાતાઓનું નામ યાદીમાં છે. આ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે. છઠ્ઠા ચરણમાં ચૂંટણી પંચે 1.13 લાખથી વધુ […]

TV9 Webdesk12

|

May 11, 2019 | 6:22 PM

12 મેના રોજ 59 બેઠક માટે સવારથી શરૂ થશે મતદાન, કુલ 10.17 કરોડ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના રોજ 59 બેઠક માટે સવારથી શરૂ થશે, જેમાં કુલ 10.17 કરોડ મતદાતાઓનું નામ યાદીમાં છે. આ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે. છઠ્ઠા ચરણમાં ચૂંટણી પંચે 1.13 લાખથી વધુ કેન્દ્ર ગોઠવ્યા છે. ત્યારે મહત્વનું છે કે રવિવારના દિવસે મતદાન હોવાથી મોટા પ્રમાણમાં લોકો બહાર નીકળીને પોતાના મતનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી તો બીજી તરફ અખિલેશ યાદવ, કોંગ્રેસના નેતા દિગ્ગવિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કિસ્મતનો પણ નિર્ણય થવાનો છે. જેમાં મધ્ય પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8 તો દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠક પર મતદાન યોજાશે.

છઠ્ઠા ચરણમાં ભાજપની આકરી પરીક્ષા થવાની છે તેવુ મનાઈ રહ્યું છે. કારણ કે, 2014ની ચૂંટણીમાં ભાજપને આવતીકાલે યોજાનારી બેઠકો પૈકી 45 બેઠક પર જીત મળી હતી. જ્યારે TMCને 8, કોંગ્રેસને 2 અને સમાજવાદી પાર્ટી-લોજપાને 1-1 બેઠક હાથમાં આવી હતી. ગત વખતે ઉત્તર પ્રદેશની 14માંથી 13 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે આઝમગઢની બેઠક પર સપાના સંસ્થાપક મુલાયમસિંહ યાદવની જીત થઈ હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાન બલૂચિસ્તાનના ગ્વાદરની પાચ સિતારા હોટલમાં 3 જેટલા આતંકીઓ દ્વારા ગોળીબારમાં ગાર્ડનું મોત, જાણો કોણે લીધી હુમલાની જવાબદારી

ફૂલપુર-ગોરખપુરનું શું થશે

ભાજપને ગત વર્ષે ફૂલપુર અને ગોરખપુરની સંસદીય બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં હાર મળી હતી. ત્યારે ભાજપના વિરોધી પક્ષ આ બેઠકો પર પોતાનો ઝંડો ગાળવાનો દાવો કરી રહ્યા છે. પણ મહત્વની વાત એ છે કે મુખ્યપ્રધાન બન્યા પહેલા યોગી આદિત્યનાથ 1998થી 2017 સુધી સતત અહીયાથી જીત્યા હતા.

સુલ્તાનપુરમાં પણ મેદાની જંગ જોરદારનો જામ્યો છે. જ્યાથી ભાજપના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ગત ચૂંટણીમાં તેમના દિકરા વરૂણ ગાંધીએ જીત મેળવી હતી. ત્યારે આ વખતે માતા અને દિકરાએ બેઠકોની અદલા બદલી કરી છે. મેનકાજી સુલ્તાનપુર તો વરૂણ ગાંધી પોતાની માતાની પરંપરાગત બેઠક પીલીભીતથી લડી રહ્યા છે.

દિલ્હીમાં 7 બેઠક પર એક જ તબક્કામાં યોજાશે મતદાન દેશની રાજધાની દિલ્હીની તમામ સાત બેઠક પર એકસાથે મતદાન થવાનું છે. જ્યાં 18 મહિલા ઉમેદવાર સહિત 164 ઉમેદવાર પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ભાજપની વચ્ચે ત્રીકોણીય જંગ જામ્યો છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન શીલા દિક્ષીત, ઓલંમ્પિક ચેમ્પિયન વિજેન્દ્ર સિંહ, ભાજપ ઉમેદવાર અને કેન્દ્રમાં પ્રધાન હર્ષવર્ધન, આમ આદમીના મહિલા ઉમેદવાર આતિશી તો ક્રિકેટર ગૌતમ ગંભીર સહિતના ઉમેદવારો પર સૌ કોઈની નજર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati