મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને લઈ ચૂંટણી પંચ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ, 3 મેના રોજ થશે સુનાવણી

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની આલોચના કરતા તેને દેશમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે સૌથી બેજવાબદાર સંસ્થા છે. તેની વચ્ચે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી વિરૂદ્ધ ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. ચૂંટણી પંચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

  • Kunjan Shukal
  • Published On - 22:15 PM, 1 May 2021
મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીને લઈ ચૂંટણી પંચ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ, 3 મેના રોજ થશે સુનાવણી
Supreme Court

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની આલોચના કરતા તેને દેશમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે સૌથી બેજવાબદાર સંસ્થા છે. તેની વચ્ચે મદ્રાસ હાઈકોર્ટની ટીપ્પણી વિરૂદ્ધ ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. ચૂંટણી પંચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અરજીમાં હાઈકોર્ટની અપમાનજનક ટિપ્પણીને હટાવવાની માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું કે હાઈકોર્ટ પોતે એક બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચ પણ બંધારણીય સંસ્થા છે, તેથી હાઈકોર્ટે આવી ટિપ્પણી નહતી કરવી જોઈતી. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ આર શાહની ખંડપીઠ સમક્ષ 3 મેના રોજ સુનાવણી માટે ચૂંટણી પંચની અરજી સૂચિબદ્ધ છે.

મદ્રાસ હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચના અધિકારીઓની વિરૂદ્ધ હત્યાના આરોપનો કેસ દાખલ કરવામાં આવી શકે છે. પંચે રાજકીય પાર્ટીઓને રેલીઓ અને સભાઓ કરવાની પરવાનગી આપી મહામારી ફેલાવવાની તક આપી. કોર્ટે કહ્યું હતું કે ‘શું તમે બીજા ગ્રહ પર રહો છો’

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચેને આપી હતી ચેતવણી

મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશમાં મહામારીની બીજી લહેર ફેલાવવા માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવું જોઈએ. ન્યાયાધીશે મૌખિક રીતે ચેતવણી આપી હતી કે તેઓ 2 મેના રોજ મતગણતરી બંધ કરવામાં અચકાશે નહીં. 4 રાજ્યો તમિલનાડુ, કેરળ, અસમ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડ્ડચેરીમાં તાજેત્તરમાં જ વિધાનસભા ચૂંટણી પુરી થઈ છે. આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી 2 મેના રોજ એટલે કે આવતીકાલે થશે.

આ પણ વાંચો: Corona Vaccine: બધુ જ મારા ખભા પર પડી રહ્યું છે વેકસિનને લઈ આપવામાં આવી રહેલા દબાણ પર બોલ્યા અદાર પૂનાવાલા