કુવૈત લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, 8 લાખ ભારતીયો પર સંકટ

કુવૈત લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય, 8 લાખ ભારતીયો પર સંકટ

કોરોના વાઈરસ મહામારીના કારણે આવેલા આર્થિક સંકટ અને વધતી બેરોજગારી વચ્ચે કુવૈત એક એવો કાયદો લાગૂ કરવા જઈ રહ્યું છે. જેનાથી ત્યાં કામ કરી રહેલા ભારતીયો પ્રભાવિત થશે. એક અહેવાલ મુજબ કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ સ્થળાંતર ક્વોટા બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે, જેનાથી 8 લાખ જેટલા ભારતીય કામદારોને કુવૈતથી પરત આવવું […]

Kunjan Shukal

|

Sep 25, 2020 | 6:37 PM

કોરોના વાઈરસ મહામારીના કારણે આવેલા આર્થિક સંકટ અને વધતી બેરોજગારી વચ્ચે કુવૈત એક એવો કાયદો લાગૂ કરવા જઈ રહ્યું છે. જેનાથી ત્યાં કામ કરી રહેલા ભારતીયો પ્રભાવિત થશે. એક અહેવાલ મુજબ કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ સ્થળાંતર ક્વોટા બિલના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે, જેનાથી 8 લાખ જેટલા ભારતીય કામદારોને કુવૈતથી પરત આવવું પડી શકે છે.

eight lakh indians could be forced out of kuwait if new bill enacted into law Kuwait leva jai rahyu che moto nirnay 8 lakh indians par sankat

કુવૈતની રાષ્ટ્રીય વિધાનસભાની કાનૂની અને વિધાનસભા સમિતિએ નક્કી કર્યુ છે કે પ્રવાસી કોટા બિલનો મુસદ્દો બંધારણીય છે. આ બિલ મુજબ પ્રવાસી ભારતીયોની સંખ્યા કુવૈતની આબાદીના 15 ટકાથી વધારે ના હોવી જોઈએ. આ બિલ સંબંધિત સમિતિની પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો આ કાયદો રજૂ થઈ જાય છે તો લગભગ 8 લાખ ભારતીયોને કુવૈતથી પરત આવવું પડી શકે છે. કુવૈતના પ્રવાસી સમુદાયમાં સૌથી વધારે સંખ્યા ભારતીયોની છે. કુવૈતની કુલ આબાદી 43 લાખ છે. જેમાંથી 30 લાખ પ્રવાસી છે. કુલ પ્રવાસીઓમાં 14.5 લાખ ભારતીય છે. એટલે કે 15 ટકા કોટાનો મતલબ થાય કે ભારતીયોની સંખ્યા 6.5-7 લાખ સુધી સીમિત કરી દેવામાં આવશે.

કુવૈતના પ્રવાસી ભારતીયોથી ભારતને ખુબ જ રેમિટેન્સ (ત્યાંના પ્રવાસી જે પૈસા પોતાના ઘરે મોકલે છે)મળે છે. 2018માં કુવૈતથી 4.8 અરબ ડૉલરનું રેમિટેન્સ મળ્યું હતું. જો કુવૈતમાં નવું બિલ પાસ થઈ જાય છે તો ભારત સરકારને રેમિટેન્સના રૂપમાં મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે આ કાયદો માત્ર ભારતીયો પર જ નહીં પણ તમામ પ્રવાસીઓ પર લાગૂ થશે. ભારતીયો સિવાય કુવૈતમાં બીજો મોટો પ્રવાસી સમુદાય મિસ્ત્રથી છે. કોરોના વાઈરસની મહામારીની કુવૈતની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. થોડા મહિના પહેલા જ કુવૈતમાં પ્રવાસીઓને લઈ ચર્ચા ચાલી રહી હતી. ત્યાંના સાંસદ અને સરકારી અધિકારી વિદેશી નાગરિકોની સંખ્યા ઓછી કરવાની માગ કરી રહ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુવૈત પ્રવાસીઓ પર નિર્ભર દેશ રહ્યો છે. ભારતીયો કુવૈતના દરેક ક્ષેત્રમાં કામ કરે છે અને ત્યાંની અર્થવ્યવસ્થામાં પણ ભારતીયોનું મોટું યોગદાન છે. કુવૈત સ્થિત ભારતીય દુતાવાસ પ્રસ્તાવિત બિલ પર નજર રાખી રહ્યું છે. ત્યારે ભારતે અત્યાર સુધી આ મુદ્દા પર કોઈ નિવેદન જાહેર નથી કર્યું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati