1 જૂનથી બંધ થઇ રહ્યુ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઇ-ફાઇલિંગ પોર્ટલ, જાણો સમગ્ર માહિતી

1 જૂનથી બંધ થઇ રહ્યુ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઇ-ફાઇલિંગ પોર્ટલ, જાણો સમગ્ર માહિતી
Income Tax Department

Income Tax Department : આયકર વિભાગ આવતા મહિનાની શરૂઆતથી કરદાતાઓ માટે એક નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઇ રહ્યુ છે.

Bhavyata Gadkari

| Edited By: Bhavesh Bhatti

May 20, 2021 | 7:35 PM

Income Tax Department : આયકર વિભાગ આવતા મહિનાની શરૂઆતથી કરદાતાઓ માટે એક નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરવા જઇ રહ્યુ છે. આ પોર્ટલના ઉપયોગથી કરદાતાઓ આઇટીઆર દાખલ કરવા તેમજ અન્ય કર સંબધિત કાર્યો કરી શકશે. અધિકારીઓએ જણાવ્યું છે કે નવું પોર્ટલ વધુ સુવિધાજનક હશે. હાલનું પોર્ટલ 1 થી 6 જૂન સુધી બંધ રહેશે.

વિભાગના સિસ્ટમ વિંગ દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં જણાવવામાં આવ્યુ છે કે જુના પોર્ટલ પરથી નવા પોર્ટલ પર જવાનું કામ થઇ ગયુ છે અને સાત જૂન સુધી તેને ચાલુ કરી દેવામાં આવશે. આદેશમાં અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઇ પણ સુનવણી અથવા ફરિયાદ નિવારણ માટે 10 જૂન પછીની તારીખ નક્કી કરે જેથી ત્યાર સુધી કરદાતા નવા પોર્ટલને સમજી લે.

ITR વિભાગે જણાવ્યુ કે, માઇગ્રેશનના કારણે 1 જૂન 2021 થી ટેક્સપેપર હાલની વેબસાઇટ incometaxindiaefilling.gov.in પર લોગિન કરી શકશે નહી. તમને જણાવી દઇએ કે નવી વેબસાઇટ માટે તમે Incometax.gov.in પર વિઝિટ કરી શકો છો. 7 જૂન બાદ તમામ ટેક્સપેયર્સ આ વેબસાઇટ પર જઇને પોતાના કામ કરી શકશે.

તમને જણાવી દઇએ કે, હાલમાં અસેસમેન્ટ યર 2020-21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને વધારવામાં આવી છે. હવે ટેક્સપેયર 31 મે 2021 સુધી પોતાના રિટર્ન ફાઇલ કરી શકશે. CBDT તરફથી જાહેર કરવામાં આવેલા સર્કયુલરમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે

ટેક્સપેયરને રિવાઇઝ્ડ આઇટીઆર દાખલ કરવા માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જઇને રિટર્ન દાખલ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati