દેશની સૌ પ્રથમ સુપર સોશિયલ મિડિયા એપ એલાઈમેન્ટ્સનું લોન્ચીંગ, ડેટા પ્રાઈવસીથી લઈ હવે કરી શકાશે ઓડિયો અને વિડિયો કોલીંગ, વિદેશી માધ્યમોને પછાડવા મેડ ઈન ઈન્ડિયા વાળી એપની બોલબાલા

દેશની સૌ પ્રથમ સુપર સોશિયલ મિડિયા એપ એલાઈમેન્ટ્સનું લોન્ચીંગ, ડેટા પ્રાઈવસીથી લઈ હવે કરી શકાશે ઓડિયો અને વિડિયો કોલીંગ, વિદેશી માધ્યમોને પછાડવા મેડ ઈન ઈન્ડિયા વાળી એપની બોલબાલા
http://tv9gujarati.in/dsh-ni-sahu-prat…vti-kaale-launch/

અગર આપને મેડ ઈન ઈન્ડિયા સોશ્યલ મિડિયા એપની શોધ હતી તો તે હવે પુરી થઈ ગઈ છે, આવતીકાલે પાંચ જુલાઈએ દેશની સૌ પ્રથમ સુપર સોશિયલ મિડિયા એપ એલાઈમેન્ટ્સ લોન્ચ થવા માટે જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ એપનું લોન્ચીંગ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરવા માટે જઈ રહ્યા છે. આ એપ ને દેશની પ્રથમ […]

Pinak Shukla

|

Jul 04, 2020 | 3:21 PM

અગર આપને મેડ ઈન ઈન્ડિયા સોશ્યલ મિડિયા એપની શોધ હતી તો તે હવે પુરી થઈ ગઈ છે, આવતીકાલે પાંચ જુલાઈએ દેશની સૌ પ્રથમ સુપર સોશિયલ મિડિયા એપ એલાઈમેન્ટ્સ લોન્ચ થવા માટે જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ એપનું લોન્ચીંગ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરવા માટે જઈ રહ્યા છે. આ એપ ને દેશની પ્રથમ સોશિયલ એપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

   ભારત દેશમાં 50 કરોડ લોકો સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે પણ દુ:ખની વાત એ છે કે તે વધારે પડતા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર વિદશી કંપનીઓનું પ્રભુત્વ ગણો કે આધિપત્ય છે. તેમાં પણ ડેટાના વપરાશ અને પ્રાઈવસીને લઈને નિવેદનબાજી વધી ગઈ છે. હવે આવામાં મેડ ઈન ઈન્ડિયા એપને લઈને ચર્ચા એ ચાલી રહી છે કે ચાઈનીઝ એપ્લિકેશન પર લગાડવામાં આવેલા પ્રતિબંધ બાદ લોકો ઘરેલું એપનાં ડાઉનલોડ તરફ વધારે વળવા લાગ્યા છે.

       એલાયમેન્ટસને એક હજાર કરતા વધારે આઈ.ટી પ્રોફેશનલ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે ભારતમાં બનેલી પહેલી સોશ્યલ મિડિયા સુપર એપ છે. જો કે પહેલેથી જ તે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે જ અને એક લાખ કરતા વધારે લોકોએ તેને ડાઉનલોડ કરી પણ લીધી છે. આ એપની અધિકૃત લોન્ચીંગ પાંચ જુલાઈ એટલે કે આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુનાં હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, અયોધ્યા રામી રેડ્ડી, સુરેશ પ્રભુ સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

           એલાયમેન્ટ એપનાં વપરાશકર્તાઓનો ડેટા દેશમાંજ સુરક્ષિત રહેશે અને યૂઝર્સની સ્પષ્ટ સહમતિ વગર ત્રીજી કોઈ પાર્ટીને નહી આપી શકાય. આ એપ આઠ કરતા વધારે ભાષામાં ઉપલબ્ધ છે કે જેમાં સોશિયલ મિડિયા ફીડ ની સાથે ઓડિયો- વિડિયો કોલીંગની પણ સુવિધા રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati