Drone Attack: કાશ્મીરમાં 24 કલાકમાં ચોથીવાર ડ્રોન જોવા મળતા સેના એલર્ટ મોડ પર

Drone Attack: જમ્મુના કુંજવાની-રત્નૌચકમાં પણ ડ્રોન જોવાની માહિતી મળી, 24 કલાકમાં આ પ્રકારની ગતિવિધિ ચોથી વાર જોવા મળી જેનાથી સેના એલર્ટ મોડ પર આવી ગઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:55 PM

Drone Attack: કાશ્મીર(Kashmir)માં સતત ચોથા દિવસે ડ્રોનની એક્ટિવિટી (Activity) જોવા મળી. આ વખતે ડ્રોન (Drone) કાલુચક અને કુંજવાની સ્ટેશન પર જોવા મળ્યા. મહત્વનું છે કે 27 જૂને જમ્મુના એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ NIAને તપાસ સોંપવામાં આવી છે અને ડ્રોનને લઇને સેના પણ એલર્ટ થઇ ગઇ છે.

જમ્મુમાં સતત ડ્રોન દેખાવવાની ઘટના વધી રહી છે. કાલૂચક અને કુંજવાની નજીક આ ચોથી વખત ડ્રોન જોવા મળ્યાનું જાણવા મળ્યું છે. સોમવારે રાત્રે જમ્મુના કુંજવાની-રત્નૌચકમાં પણ ડ્રોન જોવાની માહિતી મળી હતી. આ સતત ત્રીજી વખત અને 24 કલાકમાં બીજી વખત બન્યું કે અહીં ડ્રોન નજરે આવ્યું.

જણાવવું રહ્યું કે ભારત સરકારે કાઉન્ટર ડ્રોન પોલિસી બનાવવા પર કામ શરૂ કર્યું છે. જમ્મુ એરબેઝ પર ડ્રોન અટેક પછી સતત ત્રણ દિવસ ડ્રોન એક્ટિવિટી પછી મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલ મીટિંગમાં આ મુ્દે ચર્ચા થઇ.

બેઠકમાં સમગ્ર જમ્મુ અને પંજાબના વિસ્તારમાં કાઉન્ટર ડ્રોન સિસ્ટમની સ્થાનિક તૈનાતીની જરૂરિયાત પર વાત થઈ. આ બેઠકમાં એ સ્ટ્રેટેજી પર વાત થઈ કે ડ્રોન દ્વારા થનારા આતંકી હુમલાઓને કઈ રીતે રોકી શકાય. બેઠકમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ થયા.

જે કાઉન્ટર ડ્રોન પોલિસી પર વાત થઈ એમાં અપનાવવામાં આવેલા મોડલને પણ બતાવવામાં આવ્યું. એમાં મોડલમાં રેડિયો ફ્રિક્વન્સી ડિટેક્ટર, ઈલેક્ટો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ કેમેરો, રડાર, ડ્રોન કેચિંગ નેટ, GPS સ્પૂફર્સ, લેઝર અને RF જામરનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીને ડીલ કરવા માટે ભારતીય વાયુસેના નોડલ એજન્સીની જેમ કામ કરશે.

સરકાર ઈચ્છે છે કે ભવિષ્યમાં ડ્રોન હુમલાઓમાંથી ઊગરવાની કોશિશને એરફોર્સ કો-ઓર્ડિનેટ કરે. કાઉન્ટર ડ્રોનથી ઊગરવાની ટેક્નિકમાં દેશની ટેક ઈન્ટેલિજન્સ એજન્સી નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની પણ મદદ લેવામાં આવશે.

બીજી તરફ સીમા સુરક્ષા દળને પણ એક એવું પ્લેટફોર્મ મળવાનું છે, જે ઉડાનવાળી શંકાસ્પદ વસ્તુઓ કે માનવરહિત વિમાનોને ઓળખવા અને ઝડપથી રિએક્ટ કરવામાં સક્ષમ હશે. આર્મીને પહેલેથી જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લેન્સ ડ્રોન ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, જેને જમ્મુ જેવા હુમલાઓ દરમિયાન તૈનાત કરી શકાય છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">