આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા

આ TEMPLEમાં એટલું બધુ દાન આવ્યું કે, 2 દિવસથી ગણી રહ્યા છે છતાં પણ નથી ગણાઈ રહ્યા પૈસા
મંદિરમાં આવ્યુ દાન

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા.

Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 12, 2021 | 11:02 AM

દુનિયામાં ભારત આસ્થાનું કેન્દ્ર અને પ્રતીક માનવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે, આસ્થાને મામલે ભારતીયોની તુલનામાં કોઈ આવી શકતું નથી. લાખો મુશ્કેલી હોવા છતાં પણ જયારે મંદિર(TEMPLE) જાય છે ત્યારે અચૂક ફળ-ફૂલ મીઠાઈ અને પૈસા ચડાવવાનું નથી ભૂલતા. હાલમાં જ મંદિરમાં કરોડો રૂપિયાના દાનની ખબર આવી છે. આ ખબર રાજસ્થાનના એક મંદિરમાંથી આવી છે.

રાજસ્થાનના મેવાડમાં આવેલા પ્રસિદ્ધ તીર્થ શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં દાનની પેટી ખોલી ગઈ હતી. આ બાદ જે થયું તે આખા દેશમાં છવાઈ ગયું છે. એક દિવસ મંદિરમાં કર્મચારી લગભગ 6 કરોડ રૂપિયાની ગણતરી કરી ચુકી છે. પરંતુ આ ગણતરી હજુ પણ ચાલુ છે. કોરોના કાળમાં આ ચોથી વાર છે જયારે મંદિરમાં રેકોડબ્રેક પૈસા દાનમાં આવ્યા હોય.

શ્રી સાંવલિયા શેઠના મંદિરમાં રાખવામાં આવેલ આ દાનપેટી ખોલતી વખતે મંદિર મંડળના સીઈઓ અને જિલ્લા કલેક્ટર રતનકુમાર સ્વામી, મંડળ મંડળ બોર્ડના અધ્યક્ષ કન્હૈયાદાસ વૈષ્ણવ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોનેશન બોક્સમાં આટલું દાન જોઈને ઘણા લોકો તેમની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. દાન પેટીમાં રાખેલી રકમની ગણતરી કરવામાં બે દિવસ લાગ્યાં અને લોકો કંટાળી ગયા.

રિપોર્ટ અનુસાર, પહેલા દિવસની ગણતરીમાં આશરે 6.17 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તો 91 ગ્રામ સોનું અને 23 કિલો ચાંદી પ્રાપ્ત કરવામાં આવી છે. આ સાથે ઓફિસ રૂમમાં રોકડ રકમ અને 71.83 લાખની રકમ ઓનલાઈન જણાવાઈ રહી છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ ગણતરીમાં 2.80 કરોડની 2 હજારની નોટો અને લગભગ 3 કરોડ 500-500 ની નોટો મળી આવી છે. જ્યારે 8 બોરીઓ 50-100 અથવા અન્ય સિક્કાથી ભરાય ગયા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati