અમેરિકાએ કહ્યું હુમલો કર્યો તો તબાહ કરી દઈશું, ઈરાને કહ્યું કે જવાબ આપીશું
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશ એકબીજા પર હુમલો કરવાની ધમકી આપી રહ્યાં છે. આ જંગને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા પણ છે. ઈરાની કમાંડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ સ્થિતિ વણસી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંને દેશ એકબીજા પર હુમલો કરવાની ધમકી આપી રહ્યાં છે. આ જંગને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા પણ છે. ઈરાની કમાંડર કાસિમ સુલેમાનીને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ સ્થિતિ વણસી છે.
આ પણ વાંચો : JNUમાં મારામારીની ઘટના: 25 વિદ્યાર્થીઓને ઈજા, HRD મિનીસ્ટ્રીએ મગાવ્યો રિપોર્ટ
અમેરિકાએ આ અંગે ઈરાનને ધમકી આપી છે કે અમે નવા હથિયારો ખરીદ્યા છે. સમય પડયે અમે આ હથિયારોનો ઉપયોગ કરતાં વિચાર નહીં કરીએ. આ સિવાય અમેરિકાએ ઈરાનના 52 ઠેકાણાઓને તબાહ કરી દેવાની ધમકી આપી છે. આ બાજુ ઈરાકમાં પણ અમેરિકા વિરોધી સૂર ચાલુ થયો છે. ઈરાકી સંસદમાં અમેરિકા સેનાને દેશમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ લાવવાની વિચારણા થઈ રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઈરાને કાસિમ સુલેમાનીના મોત પર 3 દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ઈરાને કાસિમ સુલેમાનીને શહીદ જાહેર કર્યા તો અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યા હતા. આ વિવાદને લઈને ઈરાને અમેરિકાએ કહ્યું કે અમે રાહ જોઈ રહ્યાં છીએ અને સમય આવ્યે અમેરિકાને જવાબ આપીશું. અમેરિકા ડરપોક છે. જો કે અમેરિકાએ જણાવી દીધું છે કે કોઈ હુમલો થયો તો એવો જવાબ આપીશું કે પહેલાં કોઈએ જોયો ના હોય.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]