કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ બતાવવા દબાણ ન કરો, કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Oct 01, 2021 | 3:48 PM

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને UIDAI સંસ્થાને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની રસી માટે આધાર કાર્ડ રજૂ કરવા માટે કોઈ દબાણ કરવુ ના જોઈએ.

કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ બતાવવા દબાણ ન કરો, કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે કેન્દ્ર સરકારને કોવિડ -19 રસીકરણ (COVID19 vaccine) માટે ઓળખના પત્ર તરીકે લોકો પાસે આધાર કાર્ડ (Aadhaar card ) રજૂ કરવા દબાણ ન કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર, કેન્દ્ર સરકાર અને આધાર કાર્ડની કામગીરી સાથે સંકળાયેલ UIDAI ને નોટિસ જારી કરી છે. જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ખંડપીઠે શરૂઆતમાં અરજદાર તરફે હાજર રહેલા વકીલને કહ્યું હતું કે, તમે અખબારના અહેવાલ દ્વારા ન જાવ. શું તમે જાતે કોવિન એપ (CoWIN) જોઈ છે ? તેને અપડેટ કરવામાં આવ્યું છે.

અન્ય ઓળખપત્રનો પણ છે ઉલ્લેખ તમે કોવિન (CoWIN) એપ્લિકેશનના FAQ વિભાગ પર જાઓ. ત્યાં તમે જોશો કે તેમાં ઓળખ કાર્ડની યાદી છે. જેના દ્વારા તમે રસીકરણ માટે નોંધણી કરાવી શકો છો. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ,(Driving license), પાન કાર્ડ (PAN card) વગેરે સાથે નોંધણી કરાવી શકો છો.

કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે આ અંગે અરજદારના વકીલે કહ્યું કે એ સાચું છે કે આવા સાત ઓળખ કાર્ડ છે, જેના દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય છે, પરંતુ લોકોને રસીકરણ કેન્દ્ર (Vaccination Center)પર આધારકાર્ડ (Aadhaar card ) માટે પૂછવામાં આવે છે. કેન્દ્રો પર એવું કહેવામાં આવે છે કે આધાર વગર રસીકરણ થઈ શકતું નથી. તેમણે કહ્યું કે નિયમ માત્ર કાગળ પર છે. આધાર કાર્ડ સાથે લિંક કરવું હજુ પણ ફરજિયાત છે. અરજદારના વકિલની દલીલ બાદ બેન્ચે અરજીની તપાસ કરવાનું નક્કી કરતા, કેન્દ્ર સરકાર અને UIDAIને નોટિસ ફટકારી હતી. અને જવાબ માગ્યો છે.

આ પણ વાંચોઃ Indian Air Force: સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે નવા વાયુસેના પ્રમુખની ‘યોજના’ શું છે, કહ્યું આ રીતે આપણે કોઈ પણ યુદ્ધ માટે તૈયાર રહી શકીએ છીએ

આ પણ વાંચોઃ Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati